________________
સ્વરદતાને ખાતર.
ગુરૂની રહેમ નજર હોય ને શિષ્ય ઉમંગી, વિનયવંતને બુદ્ધિવંત હોય તે એને વિદ્યાકળ કાંઈ દૂર નથી. ભૂખથી પીડાયેલા માણસને જમવામાં શું વાર લાગે? એમ તેણે અલ્પકાળમાં ઘણું કળાઓ શીખી લીધી.
ધનવસુએ લમી પેદા કરી અને કેકાસે કળા શીખી લીધી. પછી બન્ને પોતપોતાનું કાર્ય પરિપૂર્ણ કરીને પોતાને વતન ત્રંબાવટી આવ્યા. કેકાસ પિતાને વતન આવીને શેઠની રજા લઈ પોતાને ઘેર ગયે; અને આજીવિકાના ઉપાય માટે કાષ્ટની કઈ વસ્તુ બનાવી રાજાને ચમત્કાર બતાવી તેની મહેરબાની મેળવવાને ઈચછયું.
કોકાસે કાષ્ટનું કબુતર બનાવ્યું તે જેમ જીવતું કબુતર આકાશમાં ઉડે તેમ કળસંચે કરીને આકાશમાં ઉડવા લાગ્યું. તે પ્રથમ તે દરિદ્રીના માથામાં જેમ શૂળ ઉત્પન્ન થાય, તેમ રાજાને શળ ઉત્પન્ન કરનારું થયું.
રાજાના શાલિ અગાસીમાં સુકવાતા હતા, તેમાંથી આ કપોતદ્વારાએ સૂત્રધાર પિતાને ઘેર મંગાવવા લાગ્યા, તેમજ બીજ ખળાં ક્ષેત્ર આદિમાં રહેલાં ધાન્યનું પણ એવી રીતે હરણ કરવા લાગ્યું. અન્ય કાર્યો કરવામાં બેદરકાર રથકાર આ પ્રમાણે પિતાની આજીવિકા ચલાવવા લાગ્યો. રોજ રોજ શાલિ હરાતા હોવાથી રખેવાએ રાજા આગળ પિકાર કર્યો. રાજાએ પ્રધાનને કહ્યું.
પ્રધાને બીજે દિવસે અગાસી ઉપર શાલિ સુકવ્યા પછી ગુપ્ત માણસે રાખ્યા. તેમણે જોયું કે કાષ્ટને કપત શાલિને હરી જતા હતા. એ વૃત્તાંત એમણે રાજાને કહ્યું.
રાજા આવું વિજ્ઞાન અને ચમત્કાર પામે. “આવું કેનામાં વિજ્ઞાન છે કે જે વિજ્ઞાનીઓમાં પણ નસમાન હાઈ કાષ્ટનાં આવાં આવાં આકાશગમન કરનારાં રમકડાં બનાવે છે?” રાજાએ પ્રધાનને કહ્યું કે-“આ કળાવિશારદ આપણું નગરમાં કોણ છે? તેની તપાસ કરાવે.”
પ્રધાને તપાસ કરીને રથકાર કોકાસને બોલાવી રાજા આગળ હાજર કર્યો, એટલે રાજાએ એને હુકમ કર્યો. “કેકાસ ! તારી