________________
સ્વછંદતાને ખાતર.
૩૪૫ વિહાર કરતી ઉજ્જયિની આવી. ત્યાં એનાં માતાપિતા મળ્યા, એમને પોતાની સર્વે હકીકત જણાવીને પ્રતિબંધ પમાડ્યો. એવી રીતે વસુદત્તા માતપિતા અને ભાઈને પ્રતિબધી જેનધર્મના પ્રભાવથી દુષ્કર તપ તપીને સ્વર્ગલેકમાં ગઈ.
વસુદત્તાનું આશ્ચર્યજનક ચરિત્ર સાંભળીને વિમળા આશ્ચર્ય પામી. “અહા! આવું સાંભળ્યા પછી કેણ બુદ્ધિવંત હિતકારી વાર્તાનો તિરસ્કાર કરે ?”
અરે સ્ત્રીઓ જે હિતશિક્ષા નથી માનતી તે દુઃખી થાય છે, પરતુ જે રાજાઓ પણ સહુવચનને નથી માનતા તે અરિદમન રાજાની માફક બીજાએથી પરાભવને પામે છે. ” વિમલાના પૂછવાથી કમલાએ અરિદમનની કથા કહેવી શરૂ કરી.
–-@ – પ્રકરણ ૫૮ મું.
સ્વચ્છંદતાને ખાતર.' “તામ્રલિપ્તી-ચંબાવટી નગરીને ધણું અરિદમન નામે રાજા હતો. એને કમલિની માફક ગુણનાં સ્થાનરૂપ પ્રિયમતી નામે રાણી હતી, એ નગરમાં રાજાને બાળસ્નેહી ધનપતિ નામે શ્રેષ્ઠી રહેતે હતે. લક્ષ્મી ચંચળ છે. એની ચપળતા એવી છે કે વય તે કેટીગમે હાય ને ન હોય ત્યાં ખાવાના પણ કડાકા પડે. એ ધનપતિને ઘેર ધનદ નામે એક કંગાળ સૂત્રધારને બાળક તે હતે. એના માતાપિતા મરણ પામેલા હોવાથી શેઠના ઘરનું પરચુરણ કામકાજ કરીને તે પેટ ભો હતો.
ધનપતિને ધનવસુ નામે પુત્ર થયે, તે ધાવમાતાથી લાલન પાલન કરાતે અને નાગરિક જનેથી રમાડાતે વૃદ્ધિને પામે. અનકમે ાવન વય પામ્યા ત્યારે લક્ષ્મી પેદા કરવાને તે યવનદ્વીપ જવાને જહાજ તૈયાર કરવા લાગે પોતાને મિત્ર સૂત્રધારનો પુત્ર
૪૪