________________
૩૪૬
ધમ્મિલ કુમાર.. જે કેકાસનામે પ્રસિદ્ધ થયેહને, તેને પણ યવનદ્વીપમાં તેણે સાથે લેવા ધાર્યું. પરદેશમાં અધિક લાભ થાય એવી ઉત્તમ ચીજો વહાણમાં ભરીને માતાપિતાની રજા લઈ વહાણની તૈયારી કરી. સુભટેની માફક હમેશાં જળસાથેજ મસ્તી કરનારા, વહાણ ચલાવવાની ક્રિયામાં નિપુણ એવા સર્વે નાવિકને દાનવડે એણે ખુશી કર્યો. જોષી પાસે ઉત્તમ મુહુર્ત જોવરાવી તે ઉત્તમ મુહર્તે માતાપિતાએ વધારેલા ઉત્સાહપૂર્વક શુભ શકુને વિમાનમાં જેમ વિદ્યાધર બેસે તેમ તે જહાજ ઉપર ચડ્યો. પિતાની રજા મેળવીને કોકાસને પણ સાથે લીધું.
અનુકૂળ પવન અને નાવિકેની કુશળતાથી જહાજ થોડા દિવસમાં યવનદ્વીપના બારામાં લાંગર્યું. ને યવનદ્વીપની ભાગોળે આવી તંબુ તાણ પડાવ નાખે. નગરના મોટા મોટા વ્યવહારીઆઓ એને માલ જેવાને આવ્યા. અનુક્રમે ધનવસુએ વ્યાપારીઓ સાથે ક્રયવિક્રયનો બહુ વ્યવસાય કરીને પુષ્કળ દ્રવ્ય મેળવ્યું.
રથકાર કોકાસ નવરો પડવાથી તે નગરમાં કળા જાણનાર કળાનિધિની પાસે ગયો. ત્યાં ઘણા છાત્રોને વિવિધ કળાનો અભ્યાસ કરતા એણે જોયા. કેકાસ પણ વિનયથી પાઠકને નમીને કાષ્ટની અભિનવ વસ્તુઓ બનાવવાનું કામ શીખવાને રહ્યો. કળાચાર્ય પોતે કુશળ હતો પણ કળા શીખનારા વિદ્યાથીઓ પ્રમાદી હોવાથી તેની પાસેથી કળાનો લાભ તેઓ મેળવી શકતા નહોતા; કેમકે જેમ વ્યભિચારી પુરૂષ સુરૂપ એવી પણ પોતાની પ્રિયામાં પ્રીતિવાળે થત નથી, તેમ ગૃહને આંગણે નિરંકુશ બાળકે વિદ્યાને લાભ બરાબર મેળવી શકતા નથી. કેકાણે તો એકચિત્તે શીખવામાં ધ્યાન રાખીને પિતાનું કાર્ય કરવા માંડ્યું.
અ૫ દિવસમાં અનુક્રમે કેકાસ સકળ કળા કુશળ થયો. તે કાણની ગમે તે રીલે હાથી ઘેડા વગેરે બનાવતે અને એવી કળ ગોઠવતો કે જેથી તેઓ આકાશમાં ચાલતા હતા. એ એ કલાવિશારદ થયો. ગુરૂએ એને ચતુર અને વિનયવંત જોઈને ઉમંગથી બધું શીખવ્યું.