________________
૩૪૪
ધમ્મિલ કુમાર. * પછી વસુદત્તાના કેશ મુંડાવીને યષ્ટિ મુષ્ટિના પ્રહારથી મારી અને ધમુઈ કરીને ભિલ્લોને સોંપી વૃક્ષની શાખાએ લટકાવવા હુકમ કર્યો. તે મુજબ ભિલ્લોએ એને પુર બહાર લઈ જઈ કાંટાવાળા ઝાડ સાથે બાંધી. વૃક્ષ સાથે બંધાયેલી અને જેની સર્વ આશા નષ્ટ થઈ છે એવી તે જાળમાં સપડાયેલી પક્ષિણીની માફક દુઃખિત થતી ચારે દિશાએ જેવા લાગી અને મનમાં અતિવિષાદ પામી વિચારવા લાગી—“અહે! ગુરૂજનનાં વચનનો લેપ કરવાથી જાણે કોપાયમાન થયેલા બ્રહ્માએ જ કરી ન હોય તેમ આ મનુષ્યભવમાં જ મને નરકસ્થાનની વેદના પ્રાપ્ત થઈ. માર્ગમાં પતિનું મરણ, પુત્રોને વિયેગ, તેમનું નદીમાં ડુબી જવું, તેમજ આવું દઢ બંધન–આ સર્વે મારે આજ ભવમાં જવાનું હશે ! આવા વિજન વનમાં હું કોને ભજું ? કોની સાથે બેલું ? અને શું કરું ?” ઈત્યાદિ સંકલ્પવિકલપ કરતી અને ખેદને ધારણ કરતી તે કેટલાક વખત સુધી એવી જ હાલતમાં રહી.
મધ્ય દિવસ થયે ઉજ્જયિની જાતે એક સાથે ત્યાં ઉતર્યો. તે સાર્થના માણસો પાણીની આશાએ વનમાં ભમતા હતા એવામાં વૃક્ષની સાથે બાંધેલી વસુદત્તાને જેવાથી દયા બુદ્ધિવાળા એ પુરૂષએ એને છેડી, અને પોતાની સાથે સાર્થમાં તેડી લાવી સાર્થવાહને સમર્પણ કરી. સાથે પતિના પૂછવાથી વસુદત્તાએ પોતાનું આત્મતાંત ટુંકાણમાં કહી દીધું. સાથે પતિએ એને ખાવાપીવાની તેમજ કપડાં વગેરેની સગવડ કરી આપીને આશ્વાસન દેતાં કહ્યું–“પુત્રી ! શા માટે ખેદ કરે છે? શું આ તારૂં કુટુંબ નથી? અમારી સાથે તું પણ ઉજ્જયિની ચાલ.” આ પ્રમાણે કેમળ વચનથી સાર્થપતિએ વસુદત્તાને શાંત કરી. જેથી તેણી સાથેની સાથે ઉજયિની તરફ ચાલી.
એ સાર્થમાં ઘણી સાથ્વીના પરિવારવાળા સુત્રતા નામે સાધ્વી હતા, તે ઉજયિનીમાં જીવંતસ્વામિની પ્રતિમાને વંદન કરવાને જતા હતા, અને વસુદત્તાને મેળાપ થયે. ભવપરંપરાના સુખને કરનારો ધર્મ એની પાસેથી એણે સાંભળ્યો. જન્મ જરા મરણના ભયથી ભય પામેલી વસુદત્તાએ સંસારસમુદ્ર તરવાને માટે સાથે પતિની અનુજ્ઞા મેળવીને સાધ્વી સુવ્રતાની પાસે વ્રત ગ્રહણ કર્યું. સંવેગના રંગમાં લીન થઈ શાસ્ત્રનાં વચનનું પાન કરી, અનુક્રમે ગુરૂણી સાથે