________________
૩૪૨
વસિલ કુમાર, પ્રેમ, તારા ગુણ, ગૈારવ, ક્ષમા, એ બધું આકાશની છાયા સમાન થઈ ગયું ! હાય ! તારું દર્શન અને કયાં થશે ? હે ગુણાકર ! ક્ષમા કર ! તારા વગર મારું શું થશે ? આ દુષ્ટ વ્યાધ્ર કયા ભવને દુશમન જાગે કે જેણે આજે પૂરેપૂરાં વેર વાળ્યાં? અરે એ દુષ્ટ વ્યાઘે પણ કેવી પરીક્ષા કરી કે નિર્ગુણ એવી મને છોડીને તમને ગુણવંતને ઉપાડી ગયે. જગતમાં સુવિનીતેમાં તમે એકજ ઉત્તમ શિરોમણિ હતા, કે અશક્ત છતાં પણ અમારી શોધ કરતાં અમારી પાછળ ચાલ્યા આવ્યા. હા ! મારા સાહસિકપણાનેસ્વછંદપણને ધિક્કાર થાઓ, કે ગુરૂજનની હિતશિક્ષાને નહિ ગણુકારીને તેમની ઉપરવટ થઈ હું ચાલી નીકળી, તે એનું ફળ મને બરાબર મળ્યું ને વિષલતાની માફક પતિ ને પુત્રને ક્ષય કરનારી થઈ !” ઈત્યાદિક શેક કરતી વસુદત્તા પોતાનાં બન્ને પુત્રને લઈને આગળ ચાલી. આગળ જતાં એક મોટી નદી આવી. અકાળે વૃષ્ટિ થવાથી નદીમાં પાણું પુષ્કળ ભરાયું હતું. - “ આહા ! આને પિતા પર્વત છે, કેમકે નદી પર્વતમાંથી નીકળી છે અને સ્વામી રત્નાકર–સમુદ્ર છે, છતાં કેવી ચપળ અને વક્રસ્વભાવવાળી છે. શું મારી માફક આ પણ હીન હશે ?” એમ ચિંતવતી નદીને કાંઠે એક બાળકને મૂકી બીજાને હાથ પકડી નદી ઉતરવા લાગી. નદીના મધ્ય ભાગે આવતાં પત્થર સાથે પગની ઠોકર લાગવાથી તે નદીમાં પડી ગઈ ને બાળકને હાથ તેના હાથમાંથી છુટી ગયે. તેમજ કાંઠે રહેલું બાળક પણ માતાની આ સ્થિતિ જેઈને ફાળ મારતો નદીમાં પડ્યો તે ત્યાં જ ડુબી ગયે. સાથે લીધેલ બાળક હાથ છુટ થઈ જવાથી ડુબી ગયે. મિથ્યાત્વથી મૂઢ થયેલાને જિનદિત ધર્મ દુર્લભ હોય તેમ બન્ને બાળક ગુમાવીને પિતાના અંગને પણ નદીના પ્રવાહમાં રાખવાને અસમર્થ વસુદત્તા પાણીમાં તણાતી ચાલી. તણાતાં તણાતાં તે કાંઠે રહેલા એક વૃક્ષની શાખાને વળગી પડી. પછી તેનું અવલંબન લઈને આસ્તેથી તેણે બહાર નીકળી. તે બહાર નીકળીને જેવી શ્વાસે શ્વાસ લઈ સ્વસ્થ થાય છે, એટલામાં ચાર લોકોએ એને પકડી અને બાંધીને સિંહગુહા નામની પોતાની પલ્લીમાં લઈ જઈ પલીપતિને અર્પણ કરી, ત્યાં સ્નાન