________________
પ્રકરણ ૧૩ મું.
આ તે અબળા કે પ્રબળા?’ જગતમાં કામને પરવશ થયેલા પુરૂષે કયું અકાર્ય કરતા નથી ? અરે સમય કુસમય પણ તેઓ જાણતા નથી, પણ માશુકના ફક્ત હુકમ ઉઠાવવા જેટલું જ તેમનું જ્ઞાન હોય છે. તે સિવાય તેમની મતિ વિવેકભ્રષ્ટ થયેલી હોય છે. સમભૂતિ તેલ અત્તર લગાવતો તેની સુગંધમાં મશગુલ થયેલો સ્નાન કરતાં જતા કાળને પણ જાણતા નહોતે. તે તો જાણ હતો કે આખી રાત તેના હાથમાંજ હતી; પણ તેને ભાગ્યે જ ખબર હતી કે એજ રાત્રીના ચારે પ્રહર ચાર જણ માટે નિર્માણ થઈ ચૂક્યા હતા. પ્રથમ પ્રહર એના નશીબમાં હતા. પળમાં શું થવાનું છે એની કોઈને ખબર પડતી નથી, તે સુખમાં મગ્ન થયેલા અને શીલવતીના હાવભાવમાં મુંઝાઈ ગયેલા એ પામર બ્રાહ્મણને ઘડી પછી શું થવાનું છે એની કયાંથી ખબર હોય? તે તે અત્યારે સુખમાંજ મગ્ન હતો. ક્ષણવાર પછીનાં સુખનાં સ્વપ્નાંજ અત્યારે નિહાળતા હતે * લગભગ અર્ધ સ્નાન થયું હતું, એટલામાં તે રાત્રીને પ્રથમ પ્રહર ખલાસ થઈ ગયે; જેથી આપેલા સંકેત મુજબ કામની વ્યથાથી પીડાયેલ તલારક્ષક બીજાં સર્વે કાર્ય છોડીને તેને ઘરે આવ્યું. બરાબર રીતે બંધ કરેલાં દ્વાર એણે ખખડાવવા માંડ્યાં, એ સાંભળીને બ્રાહ્મણ ચમક્યો. તેણે આસ્તેથી ભયભીત થઈને શીલવતીને પૂછ્યું “કોણ છે એ ?”
શીલવતીએ હસીને કહ્યું. “કેટવાળ સાહેબ આવ્યા હશે એમ અનુમાન થાય છે. તે વિચક્ષણ! આ સમયે તે રેજ મારે ઘેર આવે છે.”
કેટવાળનું નામ સાંભળીને જેમ જાંગુલી મંત્રથી સર્પ ભય પામે તેમ સમભૂતિ ધ્રુજવા લાગે. અર્ધ સ્નાન કરેલી સ્થિતિમાં તે સ્નાન કરવું પણ ભૂલી ગયે. એની વિષયાકાંક્ષા પણ ભાગી ગઈ અને હવે તે જીવ બચાવવાની જ માત્ર વૃતિ ઉત્પન્ન થઈ. મનમાં