________________
બ્રુિહ કુમાર.
૩૩૪ નિર્મળ બુદ્ધિવાળો હોવાથી એ ધુઓંના સપાટામાં ફસાતે નહીં. અને કામ કરીને વહેલો આવજે. પેલા કુટ વણિકની માફક તું ઠગાઈશ નહિ, નહિતે અમે અહીં તારી રાહ જોતાં બેસી રહેશું.”
“હે માત! તમારે મનમાં લેશ પણ એ સંબંધી ચિંતા કરવી નહિ. હું હવે સર્વે જગતને ઠગવાને સમર્થ છું, મને કઈ ઠગી શકે તેમ નથી.” એમ કહીને તેમને બન્નેને ધર્ય આપી પોતે મકાનની તપાસ કરી આવે ત્યાં લગી અહીં જ તેમને રહેવાનું જણાવી પોતે નગર તરફ ચાલ્યો. ચાલતાં ચાલતાં ધમ્મિલ અનુક્રમે વનની સુંદર લીલાને જોતા ચંપાની નજીકમાં ચંદ્રનાં કિરણસમી ઉજવળ જળ કલોલ ફેંકતી ચંદ્રા નદી પોતાના પ્રવાહવડે કરીને ઉત્કંઠાપૂર્વક માળિકા જેમ માતાને મળવાને ધસે તેમ રૂમઝુમ કરતી જ્યાં ગંગાને મળે છે તે જગાને તેમને સંગમ જેતે બે ઘડી ઉભું રહ્યો; અને ત્યાં નદીમાં રહેલાં જળકમળ સાથે તે ક્ષણભર ક્રીડા કરવા લાગ્યો. અનુક્રમે તે જળકમળોને છેદ-તેને ચિત્ર વિચિત્ર બનાવતો ચંદ્રાના અથાગ જળમાં ફેંકવા લાગ્યો. તે કમળે જળની આંટીઘુંટીની ભમરીમાં નાચતાં કુદતાં ગંગાના ઉંડા જળને જેમ યતિઓનાં ચિત્ત આગમવડે પવિત્ર થઈને શુકલધ્યાનને પામે તેમ પામી ગયા.
ગંગાના તટ ઉપર પોતાના મિત્રની સાથે ફરતા ચંપાધીશ કપિલ ભૂપાલના કુમાર રવિસેને કેતુકવડે કરીને આશ્ચર્યજનક કમળના વિકારે-જુદા જુદા આકારે જોયા. એણે પોતાના મિત્રને કહ્યું.—“મિત્ર ! જોયાં આ કમળ ! તેને આવાં વિચિત્ર બનાવીને કેણ ફેંકતું હશે ? ભિન્ન ભિન્ન પ્રકારની ગુંથણી ગુંથી આ કમળને જળમાં ફેંકનારે કઈ કળાનિધિ જણાય છે, માટે જા એને બોલાવી લાવ, આપણે એનું વિજ્ઞાન જોઈએ. ”
મિત્રે એક માણસને બોલાવી એને સર્વે વાત સમજાવી કમળોને છેદ કરીને જળમાં ફેંકનાર પુરૂષને બોલાવવા મોકલ્યા. તેને કહ્યું કે–“એ ગુણ પુરૂષને માન સાથે સત્કાર કરીને અહીં તેડી લાવજે.” રાજકુમારના કહેવાથી માણસને મોકલી પિતે એ કમળોની ચિત્રવિચિત્ર લીલા તે ત્યાંજ ઉો રહ્યો.