________________
ચંપામાં.
-
૭૫
રાજકુમારે મેકલેલો માણસ એ કમળ સાથે રમત કરતા ધમિલ આગળ જઈને કહેવા લાગ્યો–“હે કલાનિધાન! ગુણવાન ! તમારું આશ્ચર્યજનક આ કમળ સંબંધી વિજ્ઞાન જેઈને અમારા રાજકુમાર અતિ પ્રસન્ન થયા છે; અને તમારા દર્શનની રાહ જોતા તે ગંગાના કિનારા ઉપર પોતાના મિત્રો સાથે ઉભા છે.”
આગંતુક પુરૂષની આ પ્રકારની વાણી સાંભળીને ધમ્મિલ રાજકુમારને મળવાની ઈચ્છાથી તેની સાથે ચાલ્યો. ચંપા નગરનું જાણે સાક્ષાત મૂર્તિમંત શૂર, નર અને સંદર્ય હાય એવા રાજકુમારને જોઈને તેણે પ્રણામ કર્યા.
- કુમારે પણ પાસે જઈને બાવડે આલિંગન દઈ ધમ્મિલને આદરસહિત મળીને કુશળ વર્તમાન પૂછયા અને એની કળાકુશળતાની
સ્તુતિ કરતાં કહ્યું કે-“મારા ચિત્તરૂપી પ્રવાહને તારી કળાએ દ્રવીભૂત કર્યો છે. હે મ્ય! ઘણા સમયથી તારી કળાનું કૌતુક હું જોઈ રહ્યો છું. તારી આવી અપૂર્વકળાવડે જણાય છે કે તું વિજ્ઞાની છે. ભાઈ! કહો, તમે કયાંથી આવો છો? કયાંના વતની છો? સાથે પરિવારમાં કેણ છે?”
“રાજકુમાર ! કુશાગ્રપુર નગર થકી હું આવું છું. મારી સાથેના પરિવાર અહીં નજીકના વનમાં જ ઉતરે છે.” ધમ્મિલે પિતાની હકીકત કહી સંભળાવી.
ત્યારે મિત્ર! હવે તમે અહીંયાજ રહેવા ચાહે છોકે આગળ * જવા ચાહે છે?” કુમારે ફરીને પૂછયું.
ધમ્બિલે કહ્યું કે—“અહીંજ રહેવા ઈચ્છા છે. વનમાં રથ છોડીને ગામમાં હું મકાનની સગવડ કરવા જતો હતો, એટલામાં ચંદ્રાના શુભ્રજળમાં ઉત્પન્ન થયેલાં સુંદર કમળ જે તેની સાથે રમણ કરવાનું મને મન થયું, ત્યાં તો અલ્પકાળમાંજ આપનું પુણ્યમય દર્શન થયું.”
ઘણી સારી વાત, મિત્ર ! તમે અમારાજ મેમાન થઈને રહે. મારા માણસો તમારે માટે સર્વે સગવડ કરી આપશે.” એમ કહીને કુમારે માણસને આજ્ઞા કરી કે-“જાઓ, એક સુંદર મકાન આમને માટે સાફ કરી અંદર ખાનપાનની સર્વ વસ્તુઓની ગોઠવણ કરે.” આ પ્રમાણે માણસને હુકમ આપી રાજકુમાર ધમિલના