________________
૩૭૬
પસ્મિલ કુમાર પરિવારને તેડવાને માટે ધમ્મિલની સાથે હાથી ઉપર બેઠો. અને વિમલા તથા કમલા જે ચંપકવનમાં ઉતર્યા હતા ત્યાં બંને આવ્યા. તેમને દૂરથી આવતા જોઈને વિમલાએ પૂછયું
હાથી ઉપર બેસીને બીજા અનેક માણસો સાથે આ કેણ આવતું હશે ?”
એમ જણાય છે કે હાથી ઉપર બેસીને તારો પ્રિય ધમ્મિલ આ પરિવાર સાથે તને પ્રિયાને લેવાને આવે છે.” કમલાએ હસતાં હસતાં કહ્યું ને વિમલાએ મેં મચકેડયું.
આ કળાવાન ધમ્મિલ કેટલો બધો પરિવાર લઈને તને તેડવા આવે છે? ખરે સુકૃતવંત પુરૂષોના ભાગ્યને અવધિ નિરવધિ જ હોય છે.” ફરીને કમલાએ કહ્યું.
મૂખે એ આ મને બિલકુલ પ્રિય નથી. એની વાત સાંભબીને પણ મને તાવ આવે છે. હવે આપણે ધારેલે સ્થળે આવી પહ
યાં છીએ, તે તું એને કયારે દૂર કરીશ ? આ ઉચ્ચ આસન ઉપર બેઠો છતાં એ સજન જનની શેભાને પામતો નથી. પર્વતના શિખર ઉપર રહેલું ગમે તેવું સુંદર વૃક્ષ પણ શું કલ્પવૃક્ષની ઉપમા પામી શકે છે?” વિમલાએ કહ્યું.
જો કે આ ઘણા પરિવાર સાથે આવે છે છતાં એમાં મને તે કાંઈ પણ આશ્ચર્ય થતું નથી, કેમકે અનેક પ્રકારે કુચેષ્ટા કરવાવાળા વિદુષકને લોકે શું વીંટી વળતા નથી ? ” કમલાના વચનથી પ્લાન મુખવાળી થયેલી વિમલાએ ફરીને ખેદવડે કહ્યું.
એટલામાં રાજકુમાર અને ધમ્મિલ પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા અને ઉપર પ્રમાણે પિતાની ધાવમાતા સાથે વાતો કરતી વિમલા અને કમલાને રથમાં બેસાડીને રથને નગરમાં હંકાર્યો. સર્વ પરિવાર સાથે તેઓ શહેરમાં આવ્યા. રાજકુમારે પોતાની પાસેના જ સુંદર મકાનમાં–જે અત્યાર આગમચ સાફસુફ થયું હતું તેમાં ઉતારે આપે. ત્યાં દરેક ચીજે–ખાન, પાન, વસ્ત્ર, પાત્ર વગેરે સર્વની વ્યવ
સ્થા થઈ ગઈ હતી, છતાં કુમારે અધિક વ્યવસ્થા કરી આપી, અને પતાના મિત્રને એઇતી રાગવડો પૂરી પાડવાની કરીને તાઢક આપી.