________________
ડા
ધમ્બિલ કુમાર: આપણે વાડીમાં આવજે. ત્યાં આપણે ઉજાણું કરશું અને આખો દિવસ ગમ્મત કરીને જ મેળવશું.” એમ કહીને સર્વે મિત્રોને રજા આપી. ધમ્મિલ સમજી ગયા કે “આ બધું તોફાન મારી પરીક્ષા માટે થતું જણાય છે. નક્કી કાલે પ્રભાતે આપણે ભ્રમ ખુલ્લો થશે.” ઈત્યાદિક વિચારતો ધમ્મિલ પિતાને ઘેર આવ્યા. તેના હૃદયમાં ચિંતા હતી અને વદન ઉપર મલિનતા તેમજ ગ્લાનિ હતી. હવે શું કરવું ?” એ માટે મુંઝાયેલો ધમિલ ખાધા પીધા વગર એમને એમ ઘરની નીચે એક ખાટલી ઉપર સુતો અને વિચારમાં ડુબી ગયે.
તેની આવી સ્થિતિ જોઈને “એને શું થયું હશે?” એમ વિચા રતી કમળા ધમ્મિલની પાસે આવી અને તેને પૂછવા લાગી—“વત્સ! શા માટે આજે આટલો બધો દુઃખી જણાય છે ?”
માતા ! હવે તમારી સાથે હું વિશેષ વખત રહી શકીશ નહિ. આજ રાતનાજ હું અહીંથી જવાના વિચારમાં છું.” ધમ્બિલે જણાવ્યું.
પણ તેનું કોઈ કારણ? ધીરજ ધર. ધીરજનાં પરિણામ મીઠાં જ હોય છે.” ધાવમાતાએ કહ્યું.
“અરે! ધીરજ તે ક્યાં સુધી ધરૂં? આવતી કાલે પ્રભાતે જ મારી કમબખી થવાની છે, તે શું મારાથી સહેવાવાની છે?”
“કેમ, શું થયું છે વારૂ? કાંઈ નવાજુનું થયું કે શું?” ધાવમાતાએ પૂછયું.
હા, આવતી કાલે પ્રાત:કાળે રાજકુમારે પિતાના સર્વે મિત્રોને પ્રિયા સાથે બહાર ઉદ્યાનમાં આવવાનું આમંત્રણ કર્યું છે. એ બધું મારી પરીક્ષા કરવાને માટે જ થયું છે.”
“એમ થવાનું કારણ?” ધાવમાતાએ પૂછ્યું.
કારણ મારું દૈવ મારી ઉપર કોપ્યું છે તે કઈ ચરધારાએ રાજકુમારે મારા ઘરનું ગુહા વૃત્તાંત જાણ્યું છે. તે જોવાની ખાતરજ પ્રભાતે પ્રિયા સહિત સર્વેને વનમાં બોલાવ્યા છે. તેથી જે વિમળા