________________
વસુદત્તાની સ્વચ્છંદતા. મારી સાથે નહીં આવે તે હું સર્વે જનેમાં હાંસીનું પાત્ર થઈશ. માટે તારાથી જે બની શકે તો તું વિમલાને સમજાવ કે જેથી તે પ્રીતિ વિના પણ પ્રભાતમાં મારી સાથે ઉદ્યાનમાં આવે.” ધામ્બલે મુદ્દાની વાત કમલાને સંભળાવી.
હું તારી ઈચ્છા પ્રમાણે પ્રબંધ કરીશ.” એમ કહી તેને આશ્વાસન આપીને કમલા તરતજ વિમલા પાસે ગઈ માતાની માફક એ પ્રેઢા વિમલાને શિક્ષા આપવા લાગી–સમજાવવા લાગી. “વત્સ ! આવતી કાલે પ્રભાતે રાજકુમારે પોતાના સર્વે મિત્રોને પ્રિયા સહિત વનમાં નોતર્યા છે. એમાં ધમ્મિલને પણ જવાનું છે. માટે તું પણ ત્યાં ધમ્મિલની સાથે જા. આટલા બધા કાપવાળી ન થા. અગ્નિ જેમ સર્વને બાળી નાખે છે તેમ તારે આ અતિ કેપ આપણા આ સર્વે સુખનું સત્યાનાશ વાળશે. જે તને ધમ્મિલ ન ગમતો હોય તે પણ આવતી કાલે તું એની સાથે ઉદ્યાનમાં જા અને ત્યાં અનેક કુમારે ભેગા થશે, તેમને જોઈ પસંદ કરીને તેને ગમે તેને તું પરણી જા. પરંતુ દીકરી! આવી સ્વચ્છંદતા કોઈને કયારે પણ સુખ કરનારી થઈ નથી. વસુદત્તા અને અરિદમનને પણ એ સ્વછંદતા સુખ આપનારી ન થઈ તો બીજાને કેમ થશે?”
માતા ! તે વસુદત્તા કોણ? અથવા એ અરિદમન રાજા કે?” વિમલાએ પૂછ્યું.
એના જવાબમાં કમલાએ એ દષ્ટાંત કહેવા માંડયું.
પ્રકરણ પ૭ મું.
વસુદત્તાની વચ્છંદતા આ પૂર્વે અવંતીનગરીમાં ધનદત્ત નામને માટે ધનાલય શાહુકાર રહેતું હતું. એને ધનશ્રી નામે પ્રિયાથી ધનવસુ નામે પુત્ર ઉત્પન્ન થયે. બીજી વસુદના નામે પુત્રી થઈ. કૌશંબી નગરીના ઇમિક સાર્થવાહ ધનદેવ ને વસુદત્તા પુત્રી આપી. અનુક્રમે અવંતીમાં