________________
ચંપામાં. હાવભાવ બતાવવા લાગી. શંકર પણ સમાધિ છેડીને વારંવાર સુંદર નવવના ભિલડીને આવી એકાંત જગ્યાએ પોતાની સામે હાવભાવ કરતી જોઈ તેના પર મોહ પામી ગયા,દિવાના બન્યા અને તેને મેળવવાને–ભેટવાને દોડ્યા. ગંગાજીરસાશે એનું પણ ભાન એ ભોળાનાથને રહ્યું નહીં. ઉત્સુક થયેલું એ વિહ્વળ મન ભિલડીને ભેટવાને અતિ આતુર થઈ ગયું. જટામાં રહેલી સૂક્ષ્મ શરીરધારિણી ગંગાએ એની આ ચેષ્ટા જોઈ, જેથી એ પણ આ બેવફા શંકર ઉપર રૂષ્ટમાન થઈ ગઈ.
ભિલડીને ભેટવા ગયેલા શંકર એકાએક ભિલડી અદ્રશ્ય થવાથી તાજુબ થઈ ગયા. બીજી તરફથી ગંગાએ પ્રગટ થઈ એમને ઓળ આપે, શંકરે પોતાની ભૂલની એની આગળ ક્ષમા માગી; પણ મનસ્વિની ગંગા તેની ઉપર કાંઈ પણ ધ્યાન આપ્યા વગર નિરાશ થઈને સુરકમાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ચાલી ગઈ. મહાદેવની સંગતિથી વિલખી થયેલી ગંગાનો સ્વર્ગલેકમાં કેઈએ ભાવ પૂછો નહિ, એટલે એણે રેષાયમાન થઈને સ્વર્ગભૂમિના એક ટુકડા સમા હિમવંત પર્વત ઉપર આવેલા પદ્મદ્રહમાં ઝંપાપાત કર્યો, અને પુન: નારીરૂપ ધારણ કરી દેવ નદી–ગંગા નામ રાખી પિતાની સાહેલી સિંધુને પોતાની સાથે લઈને હિમાલયની નીચે ઉતરી. બહુ સાહેલીઓના પરિવારે પરવરેલી તે આ ચંપાની ભાગોળે થઈને તેના પ્રિયતમ સમુદ્રને વરવાને દોડી ગઈ.
એ ગંગાના કિનારા ઉપર અનેક નાનાં મોટાં તરૂવર શોભી રહ્યાં છે. જ્યાં સહકારના વૃક્ષ ઉપર કોયલ મધુર ધ્વનિથી રાગરાગણી છેડી રહી છે, એવા રમણીય ઉદ્યાનસમા વનને જોઈને કુમારે ત્યાં રથ છોડ્યો. સર્વેએ ગંગાને કિનારે આવી હાથ મોં ધોઈને મુખ શુદ્ધિ કરી, અમૃતસમાન એ સ્વાદિષ્ટ જળનું પાન કર્યું. પોતાની પાસે ખાવાનું હતું તે ખાઈને થોડીવાર વિશ્રાંતિ લઈ શ્રમને હર કર્યો. વનની એ રમ્ય મંદમંદ હવાથી સર્વેનાં મન પ્રફદ્વિત થયાં. કેટલીક વાર સુધી વિશ્રાંતિ લીધા પછી ગામમાં કોઈ સારૂં સગવડવાળું મકાન શોધવાને ધમ્મિલ નગરમાં જવા તૈયાર થયે, જતાં જતાં સ્નેહભાવથી કમલાએ ધમિલને કહ્યું—“વત્સ! સંભાળજે. આ ચંપાનગરી અનેક ધૂર્ત લેકથી ભરેલી છે. તું