________________
ચંપામાં.
૩૦ ધારણ કરી સુભટેના પરિવાર સાથે હર્ષથી તે તમને મળવાને સામા આવે છે.” આવેલા પુરૂષે આ પ્રમાણે ધમિલને હકીકત કહી સંભળાવી એટલે સર્વેની ચિંતા દૂર થઈ.
ધમ્મિલ પણ નેહભાવે અજીતસેનને આવતે સાંભળી રથ ઉપરથી નીચે ઉતરીને તેને મળવા ચાલ્યા. સામેથી અજીતસેન પણ ઘોડા ઉપરથી ઉતરી પડ્યા. બન્ને સામસામા આવીને અરસ્પરસ મળ્યા, ભેટ્યા, અજીતસેને ધમ્મિલની પ્રશંસા કરતાં કહ્યું“હે ભાગ્યવંત ! તમે આ બહુ સારૂ કૃત્ય કર્યું કે એ દુષ્ટ કેશરી સમાન અર્જુનને મોતનો સ્વાદ ચખાડ્યો. પોતાના પરિવારે કરીને એ હમણાં અજેથ્ય થઈ પડ્યો હતો, જેથી સર્વેને ઘણે હેરાન કરતો હતા. એના ભયથી આ રસ્તે કેઈ નીકળી પણ શકતું નહિ. લુંટફાટ રૂ૫ અનેક પાપકર્મ કરીને તે પિતાની આજીવિકા ચલાવતા હતે. માણસને મારવામાં એ પાપજ ગણતા નહિ. એ એ અમારી ઉપર પણ દ્વેષ કરીને અમારી પ્રજાને–અમારા માણસોને લુંટતે, તેમના જીવનું જોખમ કરતા અને અનેક રીતે તે અમને હેરાન કરતો હતો. તેને પકડવાને ઘણે પ્રયત્ન કરતો હતો, પણ એ દુષ્ટ પકડાતો નહિ, હાથમાં આવીને છટકી જતો. એવા જાલીમને તમે એકલે હાથે હણને ખચીત પ્રજા ઉપર અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આજસુધી અમારા હૃદયમાં એ અજુનરૂપ શલ્ય ખુંચતું હોવાથી સુખે ઉંઘ પણ આવતી નહોતી, આજથી શલ્યરહિત થયેલા અમે હવે નિરાંતે રાત્રીએ નિદ્રા લેશું. હવે તે કુમાર! તમે અમારા પર પ્રસન્ન થાઓ અને અમારા સ્થાનકને પવિત્ર કરે. તમારી વાત સાંભળીને અમારા નાગરિકજનો તમને જેવાને આતુર થયેલા તમારી રાહ જોતા ઉભા છે તેમને સંતોષ આપે.” અજીતસેન રાજાએ આ પ્રમાણે કહીને પિતાની પલ્લીમાં આવવાની વિનંતિ કરવાથી ધમ્મિલ એની અભ્યર્થનાનો સ્વીકાર કરતા એની સાથે ચાલે, કેમકે ઉત્તમ પુરૂષે અન્યની પ્રાર્થનાને છતી શક્તિએ ભંગ કરતા નથી.
પહેલીપતિએ એના આગમન નિમિત્તે માટે ઉત્સવ માંડ્યો. ને તેમને વસવાને એક સુંદર મંદિર આપ્યું. તેમાં અશન વગેરેની