________________
૪૦ર
પશ્ચિલ કુમાર. સવે સામગ્રી ભરી દીધી. તેમજ રેજ નવાં નવાં વસ્ત્રોથી–ધમ્મિલને સત્કાર કરવા લાગ્યો. એવી અનેક સુખ સગવડપૂર્વક ધમ્મિલ ત્યાં રહેવા લાગ્યો.
અવસર સાધીને એક દિવસ વિમળા આગળ કમળાએ ધમિલના ગુણેનું વર્ણન કરવા માંડ્યું, પણ કડવા ઔષધનું પાન કરતાં જેમ મુખ સંકોચાય તેમ વિમળાએ એ કટુક લાગતા શબ્દનું કણેન્દ્રિય દ્વારા શ્રવણ કરતાં મુખ મચકોડ્યું.
કેટલાક દિવસ પર્યત સુખપૂર્વક દેવતાની માફક ત્યાં રહીને પમ્મિલે ચંપા તરફ જવાને માટે રાજાની રજા મેળવી અને આડંબરપૂર્વક અજીતસેન રાજાએ વળાવેલાં તેઓ રથમાં બેસીને આગળ ચાલ્યા. અનુક્રમે રથ ચાલતા ચાલતે ચંપાનગરીના સીમાડે આવ્યો.
પતિતપાવની ગંગા પિતાના પવિત્ર જળથી સકળ જનોના પાપની શુદ્ધિ કરતી, તેમના બાહ્ય મળ સાફ કરતી, પૂર્ણ જોબનપણે સખીઓના પરિવારે પરવરેલી, પિતાના પતિ સાગરને મળવાને ઉત્કંઠા ભેર ત્વરિત ગતિએ ગમન કરી રહી છે. લેકે વાત કરે છે કે આ ગંગાનું ચપળ મન પહેલાં શંકરનું મોટું નામ સાંભળીને એનામાં આસક્ત થયું હતું, જેથી ગંગા એ ભોળાનાથને મળવાને કાશી દેડી ગઈ. અને પરિણામે મેહમુગ્ધ થઈને તે વિશ્વનાથની ઉપમા પામેલા શંકરની સાથે ચારમાં પડી. રોજ તેની સાથે ખેલવા લાગી. શંકરને એક ભવાની–પાર્વતી પત્ની હોવાથી તેમજ શંકરની ઉપર એની સત્તા અધિક હોવાથી ઉમાપતિ-શંકર, ગંગાને પિતાની જટામાં છુપાવી રાખતા હતા અને એની ઉપર અતિ હાલ હેવાથી નિરંતર તેને સાથે રાખતા હતા. પોતે શરીરે ભસ્મ લગાવીને સ્મશાનમાં–જંગલમાં ફરતા હતા અને કવચિત્ ધ્યાનમાં તે કવચિત્ ગંગામાં મસ્ત રહેતા હતા.
પાર્વતીને એક દિવસ કંઈક શક પડવાથી શીવજીની કસોટી કરવાને એણે વિચાર કર્યો. અને એક સુંદર ભિલડીનું સ્વરૂપ ધારણ કરીને જ્યાં શીવજી સમાધિ લગાવીને બેઠા હતા, ત્યાં અકસ્માત પ્રગટ થઇ. એ વારંવાર મહાદેવની દષ્ટિએ પડવા લાગી ને