________________
શિલવતાનો પ્રાગભવ.
૪૨૯ એની સંગતિમાં રહી ચિરકાળ પર્યત સંયમધર્મનું પાલન કરવા લાગી. મરણ સમયે અનશન પ્રાપ્ત કરીને શુદ્ધ આરાધનમાં તત્પર રહી ત બીજા દેવલેકે અદ્વિતીય કાંતિમાન દેવી તરીકે ઉત્પન્ન થઈ. દેવતા સંબંધી અનુપમ ભોગોને ભોગવી આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી આવીને તું શીલવતી નામે શ્રેષ્ઠીપત્ની થઈ છું.
પ્રાગભવમાં તને પરણવા આવેલા ચારે વરરાજાઓ તને વ્રતવાળી જઈને ચિંતવવા લાગ્યા. “અહે! પ્રિયાને પ્રાપ્ત કર્યા વગર આપણે પાછા જઈશું, તે મિત્રમાં અને લેકમાં મશ્કરીના પાત્ર થઈશું માટે પરણ્યાવગર આપણે આપણા ગામમાં હવે પાછા કેવી રીતે જવું?” એમ વિચારી વનમાં જઈને તેઓ ચારે તાપસ થયા. આયુષ્ય પૂર્ણ થયે મરણ પામીને તેઓ ભુવનપતિમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી અને તે આ રાજા, મંત્રી, કોટવાળ વગેરેપણે ઉત્પન્ન થયા છે. પૂર્વના સંસ્કારથી તે આ ભવમાં તારી ઉપર અનુરાગવાળા થયા છે, કેમકે રાગ દ્વેષ કેટ જન્મ પર્યત પ્રાણીઓને ભવપરંપરાએ ચાલ્યા આવે છે. પૂર્વભવમાં જે તારે ભાઈ હતા તે આ ભવમાં તારે સ્વામી થયે છે. ખરે આ સંસારનું નાટક વિચિત્ર છે.” મુનિના મુખથી એ પ્રમાણેને પિતાને પૂર્વભવ સાંભળીને પ્રતિબંધ પામેલા તેઓ એમની પાસે ચારિત્રની યાચના કરવા લાગ્યા. શીલવતી સહિત એ સર્વેને મુનિએ દીક્ષા આપી. શીલવતી અને તે રાજાદિક ખર્શધારાની માફક દીક્ષા લઈને તીવ્ર તપ તપવા લાગ્યા. સંયમનું આરાધન કરીને શુભ ભાવથી પ્રાંતે તે સર્વે સ્વર્ગ લકમાં ગયા, ત્યાંથી અનુક્રમે એ બધા સિદ્ધિસુખને પામશે.
જેવી રીતે શીલવતી પિતાની સુશીલતાથી પૃથ્વી ઉપર વિખ્યાત થઈ, એવી રીતે નિર્મળ શીલંધર્મવાળાં નરનારીઓ આ ભવમાં પણ પવિત્ર માર્ગમાં રહીને પુણ્ય ઉપાર્જન કરે છે. એકલી પણ એ મહાસતી શીલવતીએ શિયલની લીલાઓ કરીને એ સર્વને પિતાને વશ ક્ય, માટે મારી શિખામણ માનીને તું પણ આ કરૂપનું દરિદ્ર મુખ જોઈશ નહિ.”