________________
પ્રકરણ ૫૫ મું.
શીલવતીને પ્રાન્ ભવ.” આ જબૂદ્વીપના ઐરાવતક્ષેત્રમાં ઘુતિલક નામના નગરમાં શિવભૂતિ નામને વિભૂતિએ કરીને શ્રેષ્ઠ ગણાતો એક શ્રેષ્ઠી રહે હતે. મહાશ્રી નામે તેની સહધર્મિણને સિંહસ્થને સૂચિત સિંહ નામે પુત્ર થયે; અને ચંદ્રકળાએ સૂચિત ચંદ્રકળા નામે પુત્રી થઈ. અનુક્રમે તે મોટાં થયાં, તે વારે શિવભૂતિએ સિંહના લગ્ન દેવશ્રી નામની એક ધનિકની પુત્રી સાથે કર્યા.
શિવભૂતિને એક દેવધર નામે બંધુ હતું, તે વ્યવસાયને કારણે કનકપુર નગરે ગયે, ત્યાં એક શ્રેષ્ઠીને ઘેર ઉતર્યો. તેની સાથે અનુક્રમે એને ગાઢ મૈત્રી થઈ, જેથી એ શ્રેષ્ઠીના પુત્ર ગુણધરને યુવાન અને ગુણવાન જોઈને તેણે પોતાના ભાઈની કન્યાનું એની સાથે વેવિશાળ કર્યું. -
શિવભૂતિને કુમાર સિંહ પણ વ્યાપાર અર્થે ચંપાનગરીમાં ગયે, ત્યાં શ્રેષ્ઠીપુત્ર સુરદેવ સાથે પિતાની ગાઢ મિત્રાચારી થવાથી પિતાની બહેનનું સગપણ એણે સુરદેવ સાથે કર્યું.
ચંદ્રલેખાની માતા મહાશ્રી પણ કારણવશાત્ પિતાને ઘેર ગયેલી, ત્યાં પોતાની બેનપણીના પુત્ર ગુણવાન ગુણચંદ્રને જે, એટલે પોતાની પુત્રીનું તેણે એની સાથે સગપણ કર્યું.
ચંદ્રપુર નગરથી શિવભૂતિને જુને મિત્ર મહેશ્વરદત્ત શ્રેણી ઘુતિલકપુર નગરે આવે, તેને જોઈને પ્રસન્ન થયેલા શિવભૂતિએ પિતાની પુત્રીનું સગપણ એના પુત્ર શંખદત્તની સાથે કર્યું
કાક્તાલીય ન્યાયે કરીને એ ચારેનાં સાથે લગ્ન લીધાં ને ચારે વર સાથે પરણવાને આવ્યા. એકદમ ચારે વરને પરણવા આવેલા જાણુને શિવભૂતિ કિંકર્તવ્યમૂઢ બની ગયા. લેક કેળાહળ કરતા મશ્કરીમાં જેમ ફાવે તેમ બેલવા લાગ્યા. વરના જાનૈયાઓ