________________
શિયળને માટે,
૩૧૫
શીલવતીએ તેને આવતે જોઈ કૃત્રિમ હાવભાવ બતાવી આસન આપીને બેસાડ્યો, ને નીચી નજરે તેની સાથે વાતચિત કરવા માંડી. એના કૃત્રિમ હાવભાવ જોઈને આ દુર્મતિ તો ઘેલોજ બની ગયે. કામને ગુલામ આ બ્રાહ્મણ એના દંભભરેલા હાવભાવ સમજી શકો નહિ. વિષયને કીડે બનેલે એ ઉપર ઉપરનો ખોટો ડોળ સમજી શક્યો નહીં.
ઉપરના એ હાવભાવમાં કેટલાક સમય પસાર થયે. બ્રાહ્મણ તે પછી પિતાની સ્ત્રીની માફક તેની સાથે વાતચિત કરવા લાગ્યું. એવી રીતે તે દુર્મતિ પિતાને ગયે સમય પણ જાણતો નહોતો. તે –“ભાભી ! આજ ઘણે દિવસે તમારે ઘરે હું આવ્યું. તમે જે જે મારી ભક્તિ કરી છે તે સર્વેનાં હું શું વખાણ કરું?”
તમારા મિત્રનું ઘર તે તમારું જ છે ને ? મારા સ્વામીના તમે પ્રિય વયસ્ય હોવાથી તમારી ભક્તિ તો મારે બરાબર કરવી જ જોઈએ, કે જેથી તમારા મિત્ર મારી ઉપર પ્રસન્ન થાય.” આમ કહીને શીલવતીએ તેના માટે ઝટ સ્નાનની સામગ્રી તૈયાર કરવા માંડી. " બ્રાહ્મણ તેની આવી ભક્તિ જોઈ તાજુબ થઈ ગયો. “ઓહો! શું એની ભકિત ? શું આને વિવેક? મારે વિષે તેને કે અપૂર્વ સ્નેહ છે?” એમ ચિતવતો તે શીલવતીના કહેવાથી સ્નાન કરવાને ઉડ્યો. શાસ્ત્રમાં રાત્રીએ સ્નાન કરવાનું નિષેધ કર્યું છે, એ વાત એ સમજતો હતો કે “સ્નાન, દાન અને ખાનપાન નિશાએ કરેલાં નુકશાનકારક અને ઉભયલક વિરૂદ્ધ છે.” છતાં એ સ્ત્રીની મીઠી વાણથી અંધ બનેલે સ્નાન કરવાને ઉદ્યો.