________________
૩૮
બસ્મિલ કુમાર, એ તે મહાઅમાત્ય આવ્યા હશે. એમાં તમે કેમ મુંઝાઈ ગયા?” ઠંડે કલેજે શીલવતીએ જણાવ્યું.
બાજ પક્ષીને જોઈને જેમ તેતર પક્ષી ભય પામે એમ તલારક્ષક મહાઅમાત્યનું નામ સાંભળીને ભયથી ધ્રુજવા લાગ્યા.
તેના અતિ કાલાવાલાથી શીલવતીએ તેને મંજુષાના બીજા ખાનામાં નાખી છુપાવીને તે ખાનું બંધ કરી તાળું લગાવી દીધું. એ ઘોર અંધકારરૂપ વખારમાં પડ્યો પડ્યો પોતાનાં કરેલાં પાપને તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એવી રીતે બને કામ પૂર્ણ થયા. હવે મહામંત્રીને વારે આવ્યા.
તરતજ શીલવતીએ કમાડ ઉઘાડીને મંત્રીને અંદર લીધો અને આસન ઉપર બેસાડી હાવભાવ બતાવતી તે વાણીવિનેદમાં સમય વ્યતીત કરવા લાગી. સમય થવા આવતાં તેને પણ સ્નાન કરવાને ઉઠાડ્યો. મંત્રી જેટલામાં સ્નાન કરી રહ્યો, તેટલામાં ત્રીજો પ્રહર સમાપ્ત થતાં રાજા આવી પહોંચે. અત્યારે એક પણ આયુધ એના શરીર ઉપર નહતું. ઓળખાઈ જવાની ભીતિથી પિતાના વેશનું પણ તેણે પરાવર્તન કર્યું હતું. પોતાના મહેલમાંથી પરિજન વર્ગને પણ કહ્યા વગર તે નીકળેલ હતો. પોતાના ગૃહમંત્રીને પણ જણાવ્યા વગર તે કામગ્રસ્ત થયેલ રાજા સ્વયમેવ એકાકી એને ઘરે આ
વ્યા. ચોરની માફક એની દષ્ટિ ભયભરેલી હતી. ‘કોઈ ઓળખશે તે આબરૂના કાંકરા થઈ જશે” એમ વિચારી હૃદયમાં તે ડરતે હતા, છતાં કામદેવના રેગથી પીડાયેલ તે સર્વે ભાવી આફતનો વિચાર કર્યા વગર શીલવતીને ઘેર આવીને તેનું દ્વાર ખખડાવવા લાગ્યા. ત્યારે મંત્રીએ શીલવતીને પૂછયું—“આવે સમયે તારૂં દ્વાર કેણે ખખડાવ્યું?” પૂછનારનું હૈયું ભયથી ધડકતું હતું.
એ તે રાજાજી આવ્યા હશે, તેઓ રોજ મારે ઘેર આવે છે.” ઠંડે કલેજે તેને બોલતી સાંભળીને મંત્રી હૃદયમાં કંપે ને બે —
જુલમ થયે! રાજા આવ્યો! મને ખબર હતી તે હું કદિપણું તારે ઘેર આવત નહિ. હવે શું કરવું ? મારી લાજ-આબરૂ ધૂળધાણું થઈ જશે, ફજેતી પૂરેપૂરી થશે, ગમે તેમ કરીને મને ક્યાંય