________________
ધમ્મિલ કુમાર, એકજ મેટી મંજુષામાં રહેલા અને પાટીયા માત્રના અંતરમાં છતાં એ દ્વિજાદિક ચારે તાપસની માફક મેનપણે જ ઘણા કાળ પર્યત ચુપચાપ પડી રહ્યા.
ચારે જણાને એ પ્રમાણે એક મંજુષામાં બરાબર સપડાવીને તેની ઉપર તાળું લગાવી શીલવતીએ ઘરનું દ્વાર ઉઘાડયું અને એની સાસુ અંદર આવી એટલે સાસુના કંઠનું અવલંબન લઈ પેટ ભરીને તે મુક્તકંઠે રડી પડી.
આમ અકસ્માત તારે રડવાનું શું કારણ છે?” સાસુએ રડતી વહુને પૂછયું.
“સાસુજી! શું કહું! હું મંદભાગ્યવાળી છું. એમને મિત્ર સોમભૂતિ પરદેશથી એમની પાસે હતો તે આવ્યા છે તે માઠા સમાચાર લાવ્યું છે.”
વહુનાં શબ્દો સાંભળીને સાસુના હૃદયમાં ધ્રાસકે પડ્યો. “શું છે? શું છે? ઝટ કહે જોઈએ?” સાસુએ ઉત્સુકતાપૂર્વક કહ્યું.
શું કહું? વિદેશમાં રહેલા આપના પુત્ર ત્યાં જ સ્વર્ગવાસ થયા ! મારા ભાગ્યના પાસા એ રીતે બદલાઈ ગયા ! ”
વહુની આ વાત સરલ આશયવાળી સાસુએ સત્ય માનીને અંગીકાર કરી અને તે પણ તેની સાથે વિલાપ કરવા લાગી. સાસુ વહુ બને એ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા. ટુંક સમયમાં નગરમાં વાત ફેલાઈ ગઈ, કેમકે વાયુથકી પણ વાર્તાની ગતિ ત્વરિત હોય છે.
અનુક્રમે સમુદ્રદતનાં સગાંવહાલાં સર્વે ભેગાં થયાં અને તેનું મૃત્યુકાર્ય તેના ગૃહાંગણે સર્વેએ કર્યું. દૂર રહેલો સમુદ્રદત્ત આ વૃદ્ધાને એકનો એક પુત્ર મરી ગયો. હવે એ અપુત્રનું ધન રાજાનાજ કબજામાં જવું જોઈએ, પરંતુ રાજાની આજ્ઞા વગર તેના મકાનમાં પ્રવેશ કરવાને કઈ સમર્થ થયે નહિ; કેમકે અગ્નિની જવાળાને આશ્રય લે સારો પણ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને રહેવું એ અતિ ભયંકર છે. જેથી મહાજનના પુરૂષે રાજાને હુકમ લેવાને રાજમહેલમાં ગયા, તે રાજાને મેલાપ થયે નહિ, બધે તપાસ કરતાં રાજાને પત્તો કાંઈ લાગે નહિ, તેથી મહેલમાં રહેલા રાજ