________________
આ તે અબળા કે પ્રબળા
૩૧૯
હવે સંતાડ. ” ભયભરેલી મંત્રીની વાણું સાંભળીને એને છુપાવવાને મોટી મંજુષાનું ત્રીજું ખાનું બતાવ્યું. એમાં એ મંત્રી પેસી ગયો, એટલે શીલવતીએ ખાનું બંધ કરીને તાળું લગાવી દીધું ને દરવાજો ઉઘાડી રાજાને અંદર બોલાવ્યો. મીઠી મીઠી વાત કરીને એનું ચિત્ત પ્રસન્ન કર્યું. વાર્તાલાપમાં કેટલોક સમય પસાર કરાવી કહ્યું કે-“મહારાજ ! આપ સ્નાન કરી લ્યો. રાત્રી હજી ઘણું બાકી છે. સ્નાન કર્યા વગરના અશુદ્ધ શરીરે ક્રીડા કરવી એ રાસની ચેષ્ટા સરખું કહેવાય.” તેણીનાં એવાં વચન સાંભળીને જેટલામાં રાજા સ્નાન કરવાને તૈયાર થતો હતો, એટલામાં સંકેત પ્રમાણે એની સાસુએ આવીને દ્વાર ખખડાવ્યું ને બેલી-“ વહુ ! દ્વાર ઉઘાડ. સૂર્યોદય થવા આવ્યા છતાં હજી સુતી છે શું?”
એ સાંભળી રાજાએ પૂછયું-“આ કોણ તને બેલાવે છે?”
દેવ ! એ તો મારી સાસુ બુમ પાડે છે. પ્રભાતિક કાર્ય સમય થયો હોવાથી તે રોજ આવે સમયે જેઓના ઘરમાંથી આવીને મને જગાડે છે.” હસીને શીલવતીએ જવાબ આપે. સાસુ વારંવાર કમાડ ખખડાવતી હોવાથી રાજા તો ભય પામ્યોને વિચારવા લાગ્ય“વૃદ્ધાવસ્થામાં નવયૌવનની પેઠે આ અપયશવાળું કાર્ય મેં શું કર્યું?
કેમાં હવે કેટલો બધો મારે અપયશ થશે? ખચીત સમુદ્રની વેલાની જેમ નિર્ભય અને નિરંકુશ સ્ત્રીએ રાજાને પણ રંકની માફક ફજેત કરી નાખે છે. ગમે તેવાનું પણ જોતજોતામાં તે માન મૂકાવે છે–પાણી ઉતારી નાખે છે. અહો! આજે વૃદ્ધાવસ્થામાં મારે આ શો અપવાદ ઉપસ્થિત થયે ?” એ પ્રમાણે બ્લાન મુખવાળા રાજાને વિચારમાં પડેલો જોઈને શીલવતી બેલી-“પુરૂષોત્તમ! ખેદ ન કરે. આ બુઢી આવીને જાય ત્યાં લગી આપ મંજુષામાંના ખાનામાં છુપાઈ રહે.” એમ કહીને ચોથું ખાનું બતાવ્યું. રાજા એમાં ભરાઈ ગયો, એટલે એણે તાળું દઈને છુટકારાને દમ ખેંચ્યો.
જગતમાં પુરૂષો કરતાં સ્ત્રીઓનું ધૈર્ય અદ્ભૂત હોય છે. પોતાના નગરમાં અને પોતાના દેશમાં જે પોતાના પરિવાર સહિત ફરે, જ્યાં જાય ત્યાં માનસત્કાર પામે, એ રાજા અત્યારે પોતાના દેષથી મંજુષાના ખાનામાં પડ્યો.