________________
આ તે અબળા કે પ્રબળા ?
૧૦
વિચાર થયા. “ આહા ! શાસ્ત્રના જાણુ છતાં કુમુદ્ધિએ કરીને મેં મિત્રની પત્ની ઉપર કેવી માઠી નજર કરી ? એનું ફળ મને તરતજ મળ્યું. આવું જો જાણત કે જેની ઉપર ધિર ડાલી રહ્યો છે એવા નિધાન ઉપર મારે જવાનુ છે, તેા આ તરફ શુ’કામ આવત? જો આ તલારક્ષક મને અહીં આવેલા જાણશે તેા મારૂ' ઘર વિગેરે સર્વસ્વ લુંટતાં પણ મને જીવતા છેડશે નહીં.” એમ ચિંતવતા તેને શીલવતીએ કહ્યું. “ અરે સામભૂતિ ! સ્વસ્થ થાઓ, મરદ થઇને ડરે છે શું ? ક્ષણમાત્ર રહીને એ તેા જતા રહેશે ને રાત્રી ઘણી લાંખી છે; માટે ગભરાએ નહિ. ” એમ કહીને પેલી મેટી મનુષાના એક ખાનામાં તેને છુપાઇ જવા કહ્યું,
ન છુટકે આશામાં ને આશામાં હજી પણ ભવિષ્યના સુખની ઇચ્છાએ તે મંજીષાના ખાનામાં પેઠા, એટલે પ્રયત્ન કરીને ઉપાર્જન કરેલુ દ્રવ્ય જેમ નિધાનમાં—ભંડારમાં રાખીને તેના દાખસ્ત કરવામાં આવે તેમ શીલવતીએ એ મનુષાનું ઢાંકણું ખંધ કરીને તરતજ તાલુ` લગાવી દીધું. તે મનમાં ગણગણી—“હાશ ! એક પંખીડું તા સપડાઇ ગયું ! ”
એ મંજીષાના ગર્ભ માં-ઉદરમાં પૂરાયલા વિપ્ર અનેક પ્રકારની મનમાં શંકા કરતા, અનેક મુશ્કેલીઓ સહન કરતા ભાવી નરકાવસ્થા અત્યારે અનુભવતા હાય તેમ રહેવા લાગ્યા.
હવે શીલવતીએ એક કામ નકકી કરી બારણું ઉઘાડી એ અધીરા થયેલા મદનાતુર તલારક્ષકને અંદર લીધા. ઉપર ઉપરના હાવભાવથી એને વધાવ્યેા–પ્રસન્ન કર્યા. બ્રાહ્મણની માફક એની પણ ભક્તિ કરવા માંડી. પૂર્વની માફ્ક વાર્તાવનેાદ કરતાં કેટલેાક સમય પસાર થઈ ગયા. ખીજો પ્રહર સમાપ્ત થયા, એટલામાં બ્રાહ્મણની માફ્ક એને પણ સ્નાન કરવાને ઉઠાડ્યો. અર્ધું સ્નાન કરતાં તા તેના ખીજો પ્રહર વીતી ગયા. એટલે એ સુંદરીનુજ ધ્યાન ધરતા મંત્રી સમય થવાથી તેના દ્વારે આવ્યા અને બારણું ખખડાવ્યુ. તલારકે આશ્ચર્ય પામીને પૂછ્યું- આવી મધ્ય રાતે કાણુ એ ખખડાવે છે? ”