________________
ધગ્નિલ કુમાર. ' અનુક્રમે મિત્રની બન્ને વસ્તુઓ લઈને વિપ્ર સ્વદેશ જવાને નીકળ્યો. ઉતાવળે ચાલતો તે પોતાને નગરે આવ્યા ને પોતાના સ્વજન કુટુંબને મળે. મિત્રો આપેલ લેખ અને આભરણ એક સ્થાનકે રાખીને પોતે સ્નાન કરી ભેજનકાર્યથી પરવારીને માળ ઉપર પરિશ્રમને દૂર કરવાને સુઈ ગયે.
સ્વામીની સાથે ગયેલો એને સમભૂતિ મિત્ર પાછો આવેલો સાંભળીને શીલવતી પતિના સમાચાર જાણવાને તેને ઘેર આવી અને તેના કુટુંબીજનેને પૂછયું. “મભૂતિ ક્યાં છે?”
હાલમાંજ ભોજન કરીને તે માળ ઉપર સુતા છે.” એક જણે કહ્યું.
તેને એક સુતેલે જાણીને તેની પાસે જવું કે નહિ? તેમ શીલવતી વિચારમાં પડી. “જે કે એ મારા સ્વામીના મિત્ર છે, છતાં એકલાં મારે તેની પાસે એકાંતમાં જવું એગ્ય નથી. એકાંત એ એવી ખરાબ વસ્તુ છે કે પુરૂષ અને સ્ત્રીનાં મન તે સમયે અગ્નિ ઉપર રહેલા ઘતની જેમ પીગળી જાય છે, માટે એકાંતમાં યુવાન પરપુરૂષ સાથે મળવું એ કુલીન સ્ત્રીઓને યુકત નથી. પછી ભલે તે પિતા, ભ્રાતા કે પુત્ર હોય. એવી કુળવતી સ્ત્રીઓની મર્યાદા છે.” આમ વિચાર્યા છતાં એ મર્યાદાનું ઉલ્લંઘન કરીને પ્રિયના સમાચાર જાણવાને માટે આતુરતાથી પ્રેરાયેલી તેણીએ પોતાનું મન દઢ કરીને જવાને ઈચ્છયું. “ અહો! દઢ એવું મારું મન ભેદવાને શક પણ સમર્થ નથી, તો આ પામર પુરૂષ બિચારે શું વિસાતમાં છે?” એમ વિચારતી બેધડક એ શીલવતી ચંદ્રશાલા તરફ ચાલી ગઈ.
કંઠ પર્યત મિષ્ટ ભજન કરેલું હતું ને સર્વાગે ચંદનને લેપ કર્યો હતો. તાંબુળથી અધર રક્ત થયા હતા ને પલંગ ઉપર અજગરની માફક એક આળોટતે હતે. એવા તે બ્રાહ્મણને શીલવતીએ જે. ભય પામેલી હોય એમ મંદમંદ ડગલાં ભરતી શીલવતીને પાસે આવેલી જોઈને સોમભૂતિ પલંગ ઉપરથી મહા મહેનતે ઉડ્યો, એટલે શીલવતીએ મીઠી વાણુવડે પૂછયું. “ભદ્ર ! મારા સ્વામી ત્યાં કુશલ તો છે ને ? તું મારા સ્વામીને મિત્ર છે માટે તેમના શુભ સમાચાર આપ. તેમણે કંઈપણ કાગળાદિક આપ્યું હોય તે મને આપ.”