________________
અલી સ્ત્રી
શીલવતી.
૩૦e મિત્રપત્નીનાં વચન સાંભળીને વિપ્રે કહ્યું—“ કલ્યાણિ! તારા પતિ ખુશીમાં છે, વ્યાપાર સારે ચાલતું હોવાથી એ કેટલાક કાળ પર્યત ત્યાં રોકાઈ પુષ્કળ ધન લઈને આવશે. તારા પતિએ ખુશી ખબરનો એક કાગળ અને એક હૃદયાભરણ આપ્યું છે.” આમ બોલતાં છતાં પણ બ્રાહ્મણે કાગળ અને હદયાભરણ અને વસ્તુઓ શીલવતીને સ્વાધિન કરવાની આનાકાની કરી.
સોમભૂતિ શીલવતી સાથે વાર્તાલાપ કરતાં સર્વાગે સુંદર એવું તેનું સ્વરૂપ જેવા લાગે. એકાંતમાં આવી નવવન નઢા લલનાને જોઈને છળને જાણનાર અનંગે બ્રાહ્મણને વિવેક રહિત કરી નાખી તેના અંગમાં પ્રવેશ કર્યો.
બ્રાહ્મણ આ સુંદરી સાથે વાર્તાલાપ કરતાં એકદમ વિચારમાં પડી ગયો. “ઓહો ! શું એનું લાવણ્ય છે? મારો મૂખે મિત્ર આવી નવાવના પ્રિયાના સુખને છોડીને ધનમાં લુબ્ધ થઇ દેશાવરમાં અનેક પ્રકારનાં સંકટ ખમે છે. એના લાવણ્યરૂપ સાગરમાં મગ્ન થચેલાં મારાં ચક્ષુ હજી પણ પારને પામી શકતાં નથી. કામદેવની પુતળી સમી અને સર્વે સ્ત્રીઓમાં શિરોમણિ એવી આ સ્ત્રીનો સમાગમ પૂર્વના ભાગ્યને ગેજ થઈ શકે છે, તેથી ખચીત હું આજે મને પિતાને ભાગ્યવાન માનું છું, કે દરિદ્રને ઘેર જેમ કામદુગ્ધા આવે તેમ ચાલી ચલાવીને આ પિતાની મેળે જ મારે આંગણે આવી છે, નહિતર તે એનું દર્શન પણ દુર્લભ હેય.”
વિચારમાં ને વિચારમાં અનંગના રંગમાં તે રંગાઈ ગયે, એટલે શરીર કામના તાપથી તપતું કંપવા લાગ્યું, પરસેવો વળવા લાગે, પછી કામવિહ્વળ થયેલે એમભૂતિ શીલવતીને કહેવા લાગ્યા–“હે સુ! તારા સ્વામીએ દૂર રહીને આ કાગળનો ટુકડો તારા આશ્વાસન માટે મોકલાવ્યું છે અને તે તે ત્યાં મજા કરે છે. પણ તે સુંદરી ! જે તારી રજા હેય-મરજી હોય તે આ લાવણ્યસાગરમાં ક્રીડા કરવાવડે આપણે વનને સાર્થક કરીએ. આવા દૈવનવયમાં તું પતિવિરહનું દુઃખ શા માટે અમે છે? નાહક અને જમે છે.કામના તાપથી સંતપ્ત થયેલ તે બ્રાહ્મણ બોલ્ય.