________________
શિયળને માટે.
૩૧ થયે છે, માટે મારે શીલ સાચવવા સારૂ કોઈ પણ રીતે આને સમજાવીને હમણાં તે અહીંથી નીકળી જવું. જેમ લેખ લેખકના હાથમાં શોભે–અર્થાત્ કોઈ સારા હાથે લખાયેલ હોય તે તે જેમ ઘણા ભાવવાળે હોય તેમ શિયલ તે સ્ત્રીઓને સર્વાગ શણગાર ગણાય છે માટે એ શિયલના બચાવ સારૂ મારે કંઈક નાટક ભજવવું જોઈએ અને એના પાપની એને શિક્ષા પણ કરવી જોઈએ.”
પ્રકરણ પર મું.
શીયલને માટે. શીળવતી બલી“હે સુભગ! તું અને તારું કામ કોને અભીષ્ટ ન હોય? વનરૂપ વૃક્ષનાં ફળ જ એ છે કે સંસારમાં અપૂર્વ ભેગવિલાસ ભોગવવાં. તેમાં વળી તું તો મારા પ્રિય મિત્ર છે; તો પ્રિય અને પ્રિયના મિત્રમાં હું કંઇપણ ભેદ જતી નથી. મારા પ્રિયને તું માનીતે છે તો મારે પણ માનીત ગણાય, માટે મેં કઈ વિરૂદ્ધ તને કહ્યું હોય તો ખોટું લગાડીશ નહિ; કેમકે જગતમાં પ્રાય કરીને એવું જણાય છે કે અંતરમાં સંમત હોય છે, છતાં સ્ત્રીઓ પ્રથમ તે એકવાર નિષેધ જ કરે છે, અથવા તો મૈનપણું ધારણ કરે છે. કિંતુ હે સોમ્ય ! અહીં તારા કુટુંબીજનનું ગમનાગમન હોવાથી મારૂં ચિત્ત અસ્થિર રહે એથી આપણને પૂર્ણ સંતોષ મળે નહિ, માટે આજ રાત્રીને પહેલે પહેરે તું મારે ઘેર આવજે.” એ પ્રમાણે શીલવતીએ એ કામદેવના ગુલામને સમજાવ્યું કે તેણે માન સહિત વિદાય કરેલી તે પોતાને ઘેર જવાને ઉતાવળે પગલે ત્યાંથી નીકળી તે વિચારમાં પડી કે “નક્કી સૂર્ય નહિ આથમે ત્યાં તે એ વિપ્ર મારે ઘેર આવી પહોંચશે. તો પછી અમૂલ્ય એવા મારા શીલરત્નની રક્ષા કેવી રીતે થશે? માટે મારે કઈપણ પ્રકારનો બંદોબસ્ત કરવો જોઈએ કે એ મને હેરાન કરી શકે નહિ. જેથી તે નજીકમાં રહેતા તલારક્ષક-કેટવાળને ઘરે પહોંચી અને એને પોતાની, કર્મકથા કહી સંભળાવી કે –“હે સ્વામી! તમારા પ્રભાવથકી સૂર્યોદયથી જેમ ચોરેલેકે નાશી જાય