________________
* શીલવતી. .
G);
તેને સમુદ્રદત્તે બોલાવીને સાથે આવવાને કહ્યું કે –“હે મિત્ર! પરદેશમાં અન્ય માણસની મધ્યમાં કઈ પોતાનું હિતસ્વી હેતું નથી, તેથી મન મૂકીને વાણવિદ કોઈની સાથે મન મળ્યા વગર Bતે નથી, માટે તું મારી સાથે દેશાવર ચાલ. તારી સાથે મારે વખત આનંદમાં જશે. તારા આવવાથી મારું મન પણ હમેશાં પ્રસન્ન રહેશે. તું સાથે હોવાથી વિદેશ પણ મને સ્વદેશ જેવો લાગશે.” સમુદ્રદત્તે એ પ્રમાણે સમજાવેલો દ્વિજ સોમભૂતિ તેની સાથે વિદેશ જવાને તૈયાર થયો. શુભ દિવસે પ્રયાણ કરતાં અનુક્રમે તેઓ પોતાના ઇચ્છિત નગરે પહોંચ્યા. ત્યાં શેઠને વ્યાપાર કરતાં કેટલાય દિવસો વહી ગયા તેની ખબર પડી નહિ, પણ બ્રાહ્મણભાઈ તે કામધંધા વગરના, એટલે સાત આઠ દિવસમાં જ તે તે મુંઝાઈ જઈ પોતાના કુટુંબવર્ગને યાદ કરવા લાગ્યા. વારંવાર બાળબચ્ચાં યાદ આવવા લાગ્યાં, જેથી શ્રેષ્ઠીને તે એકાંતમાં કહેવા લાગ્યો કે “પિતાનું વતન છોડ્યાને આપણને ઘણું દિવસે વહી ગયા છે. સગાં કુટુંબને મળ્યા વગર મારી ચક્ષુઓ આકુળવ્યાકુળ બની ગઈ છે. મિત્ર ! તારે તો અહીં અર્થલાભ માટે ઘણો કાળ રહેવાનું છે; પણ મારે તે એક દિવસ એક વરસ સમાન જાય છે, માટે મને જે રજા આપે તે હું મારે દેશ જઈ સ્વજન કુટુંબને મળું. હું હવે ક્ષણ માત્ર પણ અહીં રહેવાને સમર્થ નથી. જેમ હાથી વિધ્યાચળનું ધ્યાન કરતે ત્યાં જાય ત્યારેજ એને શાંતિ થાય, તેમ મારું મન પણ સ્વદેશ તરફ જવાને અતિ ઉત્સુક બન્યું છે.”
મિત્રની એ પ્રમાણેની વાણી સાંભળીને શ્રેષ્ઠીએ કહ્યું“ મિત્ર ! તને જેમ ઠીક લાગે તેમ કર. હું તને કાંઈ બળાત્કારે અહીં રોકવા માગતા નથી. વયસ્ય ! તું મારે બાળસ્નેહી છે. તારા કરતાં મારે શું વિશેષ છે? તારે એમાં મને પૂછવું શું ? તારે જવું યા રહેવું એ તારી મરજીની વાત છે. મનને ગમે ત્યાં લગી રહે. અહીં ન ગમે અને સ્વદેશ તરફ જવું હોય તે તું જઈ શકે છે. તે અહીં હા, ચાહે દૂર હૈ, પણ હમેશાં મારા હૃદયમાં જ રહે છે એમ માનજે. જ્યારે તું જા ત્યારે આટલે કાગળ અને આ આભરણું લઈ જજે. તે ઘરે જઈને મારી પ્રિયાને આપજે.”