________________
શીલવતી.
૨૫ તે એજ ઈષ્ટ છે કે જ્યાં લગી વનસમુદ્રના પારને હું પામ્યા નથી તેટલામાં પરલેકને હિતકારી એવું શુભ કાર્ય હું કરી લઉં. આજ સુધી મેં લક્ષમી ઉપાર્જન કરીને ભોગ અને કામનીજ સાધના કરી છે. એ બધા દ્રવ્યનું મૂળ એવા ધર્મને સાધવાને હવે મારે અવસર પ્રાપ્ત થયો છે. જગતમાં અ૫ દિવસના પ્રયાણને માટે પણ છે ભાતાની તૈયારી કરે છે, તે આવા પરલેકના પ્રયાણમાં કેમ નિશ્ચિતપણે રહેતા હશે એ આશ્ચર્ય છે? એક સામાન્ય શત્રુ માથે હોય તો પુરૂષને સુખે ઉંઘ આવતી નથી તે પછી મૃત્યુરૂપી પ્રબળ શત્રુ નિરંતર પાસે છતાં મૂઢ પુરૂષો કેમ સ્વસ્થ રહી શકતા હશે ? માટે જ્યાં સુધીમાં જરા રાક્ષસી આવી નથી ત્યાં સુધીમાં મારે આત્મહિતમાં તત્પર થવું એજ એગ્ય છે.” એમ નિશ્ચય કરીને પિતાના કુટુંબીજનોને પોતાને ઘેર નેતરી તેમને જમાડી સંતોષી તેમની અનુજ્ઞા મેળવીને પુત્રને કુટુંબને ભાર ભળાવી પોતાની માફક વડેરા તરીકે સ્થાપીને સંસારના બંધનને તોડનારી એવી દિક્ષા સુગુરૂ પાસે સાગરદત્ત શ્રેષ્ઠીએ લીધી. અને તીવ્ર તપ કરવાવડે પાપને દૂર કરી પુણ્યરૂપી પાથેય ઉપાર્જન કરી તે સ્વર્ગલોકમાં ગયા.
સમુદ્રદત્ત પિતાની માફક પોતાના કુટુંબનો ભાર વહન કરવા લાગે. સત્ પુત્રે નિશ્ચય પિતાની જેવા જ હોય છે, કેમકે જેવું બીજ તેવું ફળ હોય છે. પ્રાત:કાળના સમયમાં એક દિવસે તે વિચારવા લાગ્યું કે–“મારે મંદિરે કટીગમે ત્રદ્ધિ પિતા મૂકી. ગયા છે, પણ પિતાની ઉપાર્જન કરેલી તે લક્ષમી મારે માતા સમાન છે, તેથી મારે ભેગવવા ગ્ય આ લક્ષમી નથી. માટે દાન અને ભેગના કાર્યમાં જ પિતાની લક્ષ્મીને વ્યય ભલે થાઓ, પણ એમાં ગર્વ કરવાનું કોઈ કારણ નથી. કટી તે ત્યારે જ થાય કે પોતાના બાહુબળે કરીને જ્યારે લક્ષ્મી ઉપાઈ હોય અને તેને ભેગવીએ, માટે વિદેશમાં જઈને હું પણ એને ઉપાર્જન કરીશ. અહીંને વ્યવહાર મારા માણસો ચલાવતા હોય એમ ભલે ચલાવે.” ઇત્યાદિક વિચાર કરતે તે પરદેશ જવાની ઈચ્છાવાળે થઈને પોતાની સહી