________________
પ્રકરણ ૫૧ મું
શીલવતી.” પૂર્વે આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીનિવાસ નામનું નગર હતું. ત્યાં મહાપરાક્રમી એ અરિમર્દન નામે રાજા રાજ્ય કરતો હતો. દેવલેકમાં જેમ ઇંદ્ર હોય તેમ પોતાના બળથી શત્રુના ગર્વને હરીને તેની સ્ત્રીઓનાં નેત્રો હમેશાં આંસુભીનાંજ તે રાખતો હતો. એના રાજ્યમાં પ્રજા હરહંમેશ સુખી ને સંતોષી હતી. એ નગરમાં સાગરદત્ત નામે ધનવડે કરીને કુબેર સરખો એક ધનવંત શ્રેષ્ઠી રહેતો હતો. તેના ધનની કે ગણના કરી શકતું નહિ. તેને વિનયશ્રી એ નામે પ્રસિદ્ધ થયેલી, મેરૂલિકાની માફક ગંભીર અને સ્થિર સ્વભાવવાળી પત્ની હતી. તેમને સંસારસુખ ભેગવતાં અનુક્રમે સમુદ્રની માફક ગંભીર અને નિર્મળ બુદ્ધિવાળે સમુદ્રદત્ત નામે પુત્ર થયો. ચંદ્રમાની કળાની માફક વૃદ્ધિ પામતે તે અનુકમે યૌવનવયમાં આવ્યું. પિતાએ ભેગને વેગ્ય જાણીને ઇંદ્રદત્ત શેઠની શીલવતી નામે પુત્રી સાથે તેને પરણાવ્યું. પિતાના પ્રાસાદથી નિશ્ચિત થઈને ત્રીજા પુરૂષાર્થ કામને સાધતો તે રાત્રીદિવસ પ્રિયાની સાથે જ પોતાને કાળ નિર્ગમન કરવા લાગે.
એક દિવસ જરાવસ્થાના આવાગમનની તૈયારી થઈ રહી હતી, તેથી સાગરદત્ત શ્રેષ્ઠી વિચારવા લાગ્યું કે-“ખાનપાનથી સારી રીતે રક્ષણ કરાયેલું આ યૌવન અંજળીમાં રહેલા જળની માફક હવે ક્રમે ક્રમે ક્ષય થતું જાય છે, છતાં જીવન તે મેં આ કર્યું છે અને આ કરવાનું બાકીમાં છે, એવાજ અવનવા વિચારમાં અધુરૂં ને અધુરું જ જણાય છે. વેરીની ઘાટીમાં પડેલો માણસ જેમ કંઈપણ કરવાને અસમર્થ છે, તેમજ જાગ્રસ્ત માણસ જરાથી આક્રાંત થયે સંતો શું કરવાને સમર્થ રહે છે? તે સમયે રૂપ નષ્ટ થાય છે, બળ નાશ પામે છે, કંઠ અવરૂદ્ધ થઈ જાય છે, છતાં ચિત્તવૃત્તિઓ યુવાન થાય છે, કેશ બધા વેત થાય છે, શરીર બધું ફીકું, પાંડુરવર્ણ વાળું ને ક્ષીણ થાય છે, ત્યારે તૃષ્ણ વૃદ્ધિ પામે છે. તે હવે મારે