________________
ચંપાની વાટે.
૩૦૩ “મારે તે મારા મનમાં ગમેલે એજ ધમિલ ખરે છે. મારું ચિત્ત તો એનામાં જ રકત છે-નેહવંત છે. ચોર ને દરિદ્રી જેવા આણે તો આપણી સાથે ઠગાઈ કરી છે. પરાણે આપણને એ ગળે પડતો આવ્યું છે, તે એથી શું એ કાંઈ એમ ફાવી જશે?” વિમળા બોલી.
દીકરી !તારો ધમ્મિલ કેવળ રૂપવાન હતા, પણ જે તને ગુણની કદર હોય, તું ગુણની પરીક્ષા કરી શકતી હો તો આ ગુણસને જ વર, કે જેથી તારા સકળ મનોરથ સિદ્ધ થાય.” કમલાએ એ બાળાને કહ્યું.
પાણીના પ્રવાહની માફક શીતળ અને મધુર એવાં કમલાનાં વચન સાંભળીને પોતાનું મસ્તક ધૂણવતી વિમળા બોલી “હું માનું છું કે તું અત્યારે ઘેલી થઈ ગઈ છું કે વારંવાર એનું નામ લેવાને હું તને નિષેધ કરૂં છું છતાં તું મને એની જ રામાયણ કહી સંભળાવે છે. આજે હું અભાગિની છું અને દેવથી હું ઠગાઈ છું તેથી જ તું આવી રીતે ક્ષત ઉપર ક્ષાર દઈ રહી છું. તને વિશેષ શું કહું? એનું નામ સાંભળતાં પણ મને પ્રીતિ થતી નથી, એનું દર્શને તે મને આગ ઉત્પન્ન કરે છે. એ પુરૂષની સાથે ગૃહસ્થાવાસ ગહને ગ્ય-નિંદનીય થાય તેવો છે. બાવલના ઝાડનો આશ્રય લેવાથી તો કાંટા જ વાગે. એકાકીની પણ સાત્વિકી સ્ત્રી ભલેને ગમે ત્યાં હોય, છતાં કોઈની પરવા કરતી નથી. એકલી પણ વાઘણ વાઘના સમૂહમાં પડેલી છતાં ભય પામતી નથી. મહાસતી શીલવતીનું ચરિત્ર હે માતા ! તું કેમ ભૂલી જાય છે? જેણે ક્રૂર રાજા વગેરેની રંકની માફક નિર્ભના કરી હતી.”
કેણ એ શીલવતી?” ધાવમાતાના એમ પૂછવાથી વિમળાએ તેનું ચરિત્ર કહેવાનું શરૂ કર્યું.