________________
ચંપાની વાટે.
૩૧. ખસી ગયો ને હાથીને દંત પ્રહાર–સૂંઢપ્રહારપત્થર સાથે અથડાયે, જેથી એને ઘણી વેદના થઈ. પરિણામે તે નીચે પડ્યો અને ગીની માફક સ્થિર થઈને શ્વાસોશ્વાસ લેવા લાગ્યા. કુમાર તેના દંતશૂળ, ઉપર પગ મૂકીને તેની ઉપર ચઢી ગયે. હાથી ગર્જના કરે તો જંગલ તરફ ભાગે. એટલે ધમિલ ગજ ઉપરથી એકદમ નીચે કુદી પડ્યો. પછી રથમાં બેસીને બન્ને સ્ત્રીઓને પોતાના પરાક્રમથી ચકિત કરતાં એણે રથને આગળ હંકાર્યો.
આ રથ ભયંકર અરણ્યમાં ચાલ્યા જતો હતો, એટલામાં રથના ઘેડાઓ પોતાના સમર્થ શત્રુને જોઈને અટકયા. સામે રોષથી રક્તને થયાં છે જેના એ કાનને ફાડી નાખે તેવી અરેરાટી પાડતે ભયંકર કેશરી અા ઉપર ધસી આવ્યા; એટલે રથથી ઝટ નીચે ઉતરીને કુમારે સિંહનાદ કર્યો. એના ભયથી જેમ મૃગલાંઓ નાશી જાય તેમ ત્રાડ પાડતે મૃગેંદ્ર જીવ લઈને નાઠે. પ્રાય: કરીને દયાયુકત ધર્મવાળા જેને પોતાનું કાર્ય સિદ્ધ થતું હોય તો શત્રુને પણ ન મારતાં નસાડી મૂકે છે.
રથ ત્યાંથી આગળ ચાલતો અનુક્રમે જ્યાં ચાર લોકોની પલ્લી આવેલી હતી ત્યાં આવ્યો. આ અમૂલ્ય શિકાર અનાયાસે હાથમાં આવ્યું જાણીને ચોરનો નાયક અજુન પિતાના ભિલોના પરિવારને લઈને એને લુંટવાને સામે ધસી આવ્યો. આનંદમાં નૃત્ય કરતાં ભિલો કકિયારી કરવા લાગ્યા, તેમના હાથમાં તીર-કામઠાં વગેરે આયુધો રહેલાં હતાં, કેટલાકને કમરે તલવાર લટકતી હતી, ને પછવાડે ઢાલ ભેરવેલી હતી. એવા શસ્ત્રબદ્ધ ભિલે આ નવા આગંતુક મેમાનોને લુંટવાને તેની સામે ધસ્યા, એટલે કુમાર તરતજ રથમાંથી નીચે ઉતર્યો અને છલંગ મારી એક ભિલ ઉપરતે પડ્યો. તેની ગરદન પકડીને આંખ મીંચીને ઉંઘાડે એટલામાં તે એને મારી નાંખી એનાં હથિયાર હાથે કરી લીધાં અને પછી પોતે એકાકી છતાં સર્વે ભિલ્લોની ઘાસની માફક ઝાટકણી કરી. આથી ભિલે ત્રાસ પામતા ચારે તરફ નાશભાગ કરવા લાગ્યા. તેમનો આ કોળાહળ સાંભળીને પલીપતિ ઝટ આગળ ધસી આવ્યા. એટલે બન્નેનું બહુ વખત સુધી યુદ્ધ જામ્યું; પણ આખરે પુણ્યને જ જે છે ને