________________
ધમિલ કુમાર રહ્યા હતા. ચેર, ચરડ જેવાઓને જ જે રહેવાને વ્યહતી, એવી ભયંકર અટવીમાં તેઓ આવ્યા. ત્યાં રસ્તામાં જ કુત્કાર કરતા મોટે મણિ ધર–સર્પ મેઘના સમે શ્યામ વર્ણવાળે આડે પડેલો હતો. દૂરથી રથને પિતાની સામે આવતા જોઈ તે રથની સામે ધર્યો. આ દશ્ય જોઈને મા દીકરી બને ભયભીત થઈ ગયા; એટલે ધમ્મિલ તેમને ધીરજ આપીને રથ ઉપરથી નીચે ઉતર્યો. અને તરત જ સર્પની સામે ધંસી તેને પુછડેથી પકડી દોરડીની માફક દૂર ફેંકી દીધે. - આગળ ચાલતાં વળી મનુષ્યનું માંસ ખાવાની લાલસાવાળે જાણે સાક્ષાત્ પ્રેત હોય તે વ્યાધ્ર જોવામાં આવ્યું. જેની બને ચક્ષુઓ વિજળીની માફક દૂરથી ચમકી રહી છે, શરીર ઉપર કાબરચિત્રી ચામડી શોભી રહી છે, ગરદન ઉપર કેશરવણ કેશરાના સુંદર દેખાવથી જે ઘમંડમાં આવી ગયો છે, એવો એ પ્રચંડ વાઘ ફાળ દેતે. સામે થશે. તે પોતાનું રાક્ષસી મેં ફાડ ને ભયંકર ગર્જના કરતે તેમની સામે ધસી આવ્યો. ભયંકર ચીસ પાડતી વિમલા પિતાની ધાવમાતાને વળગી પડી ને મૂચ્છિત થઈ ગઈ. એટલે ધમ્મિલ એમને ધીરજ દેતે રથથી નીચે ઉતર્યો અને મંત્રનું સ્મરણ કરતે તેની સામે ધર્યો. પરિણામે મૃગલાની માફક એને નિર્બળ બનાવી દીધો, તે ચાલ્યો ગયો, એટલે તેઓ રથ સહિત આગળ ચાલ્યાં. છે. આગળ ચાલતાં એક મોટો હાથી જોવામાં આવ્યું. જાણે મોટે જંગમ પર્વત હોય કે આકાશમાં મેઘઘટા છવાયેલી હોય એવી શ્યામ કાંતિવાળો હાથી પોતાના બને દંતશૂળને નચાવતે તેમની સામે આવ્યો. કાળ જેવા આ ગજરાજને જોઈને બન્ને સ્ત્રીઓ તે ભય પામી ગઈ; પરન્તુ ધમ્મિલે તેમને ધીરજ આપી. “અરે બહો છે શું ? જરાક હાથીને રમાડવાની મારી લીલા તે જુઓ!” એમ કહી રથથી નીચે ઉતરીને એણે પોતાનું વસ્ત્ર નીચે બીછાવ્યું, હાથી તેને ઉપાડવાને ધ એટલે કુમારે એને પુછડે વળગીને તેને ખૂબ ભમાવ્યું. આખરે હાથી થાકીને લોથપોથ જેવો થઈ ગયે ત્યાં સુધી મન્નુ અને પ્રતિમલ્લની માફક બન્નેએ કુસ્તી કરી. એક બીજાને થકવવાને દાવ તેઓ અજમાવા લાગ્યા. ક્રોધથી ભૂત થયેલે હાથી તેને પટકીને પિતાની ઈંડાદંડથી મારવાને ધ; પણ ધમ્મિલ