________________
ધગ્નિલ કુમાર, માતા ! ચંપાપુરીમાં મારા મામાનું ઘર છે, માટે ત્યાં જઈને એને પરણી સુખેથી રહીશ.” એમ કહ્યું.
મહાભાગ! તે ઠીક કહ્યું. તે સાથે હોય તો પછી વિદેશમાં પણ કન્યાને શું હરક્ત છે ? હવે એક પ્રહર રાત્રી વીત્યે તું જીર્ણોદ્યાનના ભૂતગ્રહમાં-ભૂતમંદિરમાં આવજે. રાજકન્યાને લઈને હું પણ ત્યાં આવીશ. ત્યાંથી આપણે ચંપા તરફ ચાલશું. ” આ પ્રમાણે મેં સંકેત કરીને એને રવાને કર્યો.
વિમલાને આ સર્વે વાત મેં કહી સંભળાવી. ઉત્સાહથી તે પણ રાત્રીની વાટ જોતી જવાને તૈયાર થઈ ગઈ. રાજપુત્રી એક વણિક ઉપર નેહવતી છે એવી હકીકત રાજાથી અમે ગોપવી દીધી ને ભાગી જવાને સંકેત કર્યો. - રાત્રી પડતાં રથમાં બેસીને અમે જીર્ણોદ્યાનના એ ભૂતમંદિરમાં આવ્યાં, રથ ઉપરથી ઉતરીને મેં ધમ્મિલના નામની બૂમ મારી તે એ ધમ્મિલને બદલે તું ધમ્મિલ નીકળી પડ્યો. વાણિયાઓ ધાતુઓના જુદા જુદા ભેદને વ્યાપાર કરે છે, તેમ એ ભૂતમંદિરમાં ભૂતેએનક્કી મનુષ્યનેભેદ કરી નાખે જણાય છે કે જેથી એકજ નામ હેવાને લીધે એ ધમ્મિલને બદલે તું ધમ્મિલ નીકળી પડ્યો. એ ધમિલમાં રાગવંતી વિમળા તને જોઈને મનમાં બળી જાય છે. જેમાં માનસરવરના તટ ઉપર નિવાસ કરનારી હંસલી પોતાનું પ્રિયસ્થાન નહિ પામવાથી દુઃખી થાય છે, તેમ આ બાળા કદ્દરૂપ એવા તને જોઈને ત્રાસ પામતી નિ:શ્વાસ નાખે છે. મારાં વચનથી જ માત્ર તે અહીં સુધી આવી છે.”ધાવમાતા વિમલાએ એ પ્રમાણે પિતાને પૂર્વપરિચિત ધમિલ કેણ હતો તે કહી સંભળાવ્યું. ' “માતા ! ગમે તેમ કરી આ બાળાને સમજાવી તમારે એની સાથે મારે ગૃહવાસ સાંધી આપ પડશે. કેઈ ઉપાયે એ મારે વશ થાય તેમ કરો. હું તમારો જીવતાં લગી ઉપકાર ભૂલીશ નહી.” કુમાર ધમ્મિલે કમળાને આજીજી કરીને કહ્યું.
“ભાઈ ! આ છોકરી ઘણી હઠીલી ને દુરાગ્રહી છે, છતાં તારી તરફ એનું મન વળે એવા હું યથાસમયે ઉપાયે જીશ. અનુકૂળ