________________
બસ્મિલ કમાણ. પેલું વિમાન સરખું સુંદર મંદિર આપો, એની ખુલ્લી હવાથી તેની તબિયતને આરામ થશે–એનું ચિત્ત શાંત થશે.”
રાજાએ ધાવમાતાના કથનથી પુત્રીને તે વિમાન સરખા મંદિરમાં રાખી, ધાવમાતાને પણ તેની સાથે રહેવા જણાવ્યું. બીજે કેટલેક દાસીને પરિવાર આપી જોઈતી સામગ્રી ત્યાં પૂરી પાડી. સ્ત્રીઓજ જેના પરિવારમાં છે એવી વિમલા સખીઓ સાથે રસ્તા ઉપરની બારીએ ઉભી ઉભી લીલામાત્રે કરીને સર્વત્ર નિરીક્ષણ કરવા લાગી. અનેક અમીર ઉમરાવે ને ક્ષત્રિયના પુત્ર ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરીને એને લલચાવવાની ઈચ્છાએ ત્યાંથી જવા આવવા લાગ્યા. કેટલાક દિવસ પર્યત આ ઘટના બન્યા પછી એક દિવસે પિતાની સખી સાથે ધાવમાતા સાથે બારીએ વિમલા ઉભી હતી, તેવામાં એક સુંદર યુવાન પુરૂષ ઉપર તેની નજર પડી. પુષ્પધન્વાને અનુજ બંધુ હોય અથવા તો સાક્ષાત્ એ પિતેજ હોય તેમ એને જોતાંજ વનમાં લાગેલે દાવાનળ મેઘની ધારાથી જેમ શાંત થઈ જાય તેમ એનું નરકેષીપણું આપોઆપ નષ્ટ થઈ ગયું તેણે મને પૂછયું-“માતા ! આ સુંદર પુરૂષ કોણ જાય છે ? એના દર્શનવડે મારું શરીર અમૃતથી સિંચાયું હોય એમ આનંદિત થાય છે માટે એની સાથે મારે મેળાપ કરાવી આપે. મારું દીલ એનામાં એટલું બધું આસક્ત થયું છે કે એના વગર જીવવાને હું સમર્થ નથી.” પુત્રીની એ પ્રમાણેની વાણી સાંભળી હું તે પુરૂષની પાસે ગઈ અને તેને પૂછયું-“હે ભાગ્યવાન ! કહે, તું કેણ છે? કોને પુત્ર છે?”
પોતાની સુંદર ઝીણું આંખો નચાવતે એ યુવક બોલેઆ નગરમાં સમુદ્રદત્ત નામે ધનિક સાર્થવાહ રહે છે, તેને ધમ્મિલ નામે હું પુત્ર છું.”
ધમ્મિલ ! ખચિત તું પુણ્યવાન છું, કે આ નરષિણ અમારી રાજપુત્રી વિમલા તારા ઉપર અનુરાગવાળી થઈ છે, માટે
સાભાગી! એની સાથે લગ્ન કરીને તું આ જગતમાં પુરૂને અદ્વિતીય એવું સંસાસુખ જોગવ.”