________________
પશિ કુમાર વિગેરે સર્વે સામગ્રી તેમને પૂરી પાડી. આનંદપૂર્વક તેઓ ત્યાં કેટલાક દિવસ રહ્યાં.
જગતમાં સામાન્ય એવો નિયમ છે કે ગુણવાન માણસ જ્યાં જાય ત્યાં અધિક સન્માન પામે છે. મણિરત્ન વગેરે પોતાના ઘરમાં– સમુદ્રમાં પડ્યાં પડ્યાં કાંઈ પૂજા–સત્કાર પામતાં નથી, પણ ત્યાંથી નીકળીને પરદેશ જાય તે પૂજા–સત્કારને પામે છે.
ગ્રામેશના આગ્રહથી કુમાર તે તેમની પાસે જ રહીને ગામલોક સાથે અનેક પ્રકારે વાર્તાવિનેદ કરવા લાગ્યું. એમ કરતાં દિવસને છેલ્લે પ્રહર થયે, એટલે તે પોતાને ઉતારે આવ્યું.
રાજકુંવરીને તે પિતાનો માનેલ પ્રાણપ્રિય નહી મળવાથી એના હૃદયમાં અતિ ખેદ હતું, પશ્ચાત્તાપથી તે નિ:શ્વાસ ઉપર નિઃશ્વાસ મૂકતી હતી, તેમજ માર્ગને પરિશ્રમ પણ હતા, જેથી કુંવરી તે ખાઈ પરવારીને સર્વની પહેલી નિદ્રાવશ થઈ ગઈ.
પ્રકરણ ૪૯ મું.
વિમલા.” ધમ્મિલ પિતાને ઉતારે આવ્યો, તે ધાવમાતાએ રસોઈ વગેરે તૈયાર કરી હતી, જેથી ધમ્મિલે સ્નાનાદિ કરીને ભેજન કરી લીધું. આ તરફ દિવસ પણ અસ્ત થતો હતે. ભેજનકાર્ય સંપૂર્ણ કર્યા પછી ધાવમાતાની સાથે તે વાત કરવા બેઠો. રાજકન્યા તે એના આવ્યા પહેલાં જ જમીને પલંગ ઉપર પડી મીઠી નિદ્રા લેતી હતી. ધમિલ તેની સાથે અહીં સુધી આવ્યો તે ખરે, પણ એ કોણ છે? કયાંના રહેવાશી છે? એની તેને ખબર નહોતી; જેથી ધાવમાતા સાથે એ ભેદ જાણુવાને એણે વાત કરવા માંડી ને પૂછયું-“તમે બને કયા દેશનાં છે? અને ક્યાંથી આવો છો? તમે મને બોલાવ્યા છતાં આ બાળા મારા પ્રતિ આટલો બધો વેષ કેમ કરે છે?”