________________
૨૫
વિખવા. ધમ્મિલ કુમારનાં એ મુજબનાં વચન સાંભળીને તેની ઉપર વાત્સલ્યભાવ ધારણ કરતી એ ધાવમાતા બોલી-“કુમાર! લક્ષમીએ કરીને શ્રેષ્ઠ એવું માગધપુર નામે નગર છે, તે નગરમાં શરૂપી પર્વતને તેડવાને જેના ભુજદંડ સમર્થ છે એ ચક્રવતી સમાન અરિદમન નામે રાજા છે. તેની આ કમલમુખી સમી વિમળા નામે કન્યા છે, ને હું તેની ધાવમાતા છું. મારું નામ કમળા છે. યોગ્ય ઉમરની થતાં તે બાળાએ ઉપાધ્યાયને નિમિત્તભૂત-સાક્ષી રાખીને લલનાને ગ્ય સકળ કળાનો અભ્યાસ કરી લીધો. જ્યારે આ બાળા પૂર્ણ થવનમાં આવી ત્યારે તે પૂર્વકર્મના દેષથી દરેક પુરૂષ તરફ શ્રેષબુદ્ધિથી જેવા લાગી. વારંવાર મનમાં ચિંતવતી કે “અહો! પુરૂષે પોતાના સ્વાર્થમાંજ રક્ત હોય છે. નિર્દય, ચપળ ચિત્તવાળા અને બીજાના સ્વાર્થને પણ નાશ કરનારા ને શુદ્ર વૃત્તિવાળા હોય છે, માટે એવા પુરૂષોથી સર્યું !” જયારે જ્યારે આ બાળા પોતાના એકાંત મહેલના ઝરૂખાથી કોઈપણ પુરૂષને જુએ, ત્યારે શરીરના ઉંડા ઘામાં જેમ કેઈ ક્ષાર નાખે ને જેમ દુઃખદાયી થાય તેમ આ બાળાને દુઃખ થતું હતું. સારા સારા કુળવાન પુરૂ, કળાવાન, રૂપવાન, યૌવનસંપન્ન ઉત્તમ ક્ષત્રીય, શૂરવીર પુરૂષે આ બાળાની અભિલાષા કરતા એની પાસે આવી ગયા; પણ આ બાળાનું મન તેમાંથી કોઈ પ્રસન્ન કરી શકયું નહિ. જેમ માદક ગમે તે સ્વાદિષ્ટ હોય પણ ભૂકે થઈ જવાથી તેની તરફ આકર્ષણ થાય નહિ તેમ આ બાળાનું મન કોઈના તરફ આકર્ષાયું નહિ. - તેની આ પ્રકારની વર્તણૂક જોઈને વિસ્મય પામતી એવી મેં તેને માટે એક દિવસે ચિંતવ્યું કે “કમળ જેમ ચંદ્રના કિરણે જોઈને ગ્લાનિ પામી જાય, તેમ આ બાળા ઉમરની છતાં આમ નરષિ કાં થઈ? આ સમય તે એને પતિ પસંદ કરવાનો છે, છતાં એને રસ્તે તે તેથી ઉલટે છે!” એ પ્રમાણે વિચાર કરીને કઈ રાજમાર્ગને રસ્તે નિવાસસ્થાન અપાવવાને રાજાની પાસે ગઈ.
મહારાજ ! આપની વિમલા પુત્રીને માટે રાજમાર્ગ ઉપર રહેલું