________________
સંસાર સુખને કારણે પડ્યો છે, સારા વૈદ્યોએ અનેક ઉપચાર કર્યા છતાં કઈ પણ એના રોગને મર્મ સમજતું નથી. ને અનેક કિમતી ઔષધો વ્યર્થ જાય છે. મારા જીવિતનું એ સર્વસ્વ છે છતાં આટલી બધી મહેનત પણ એને સારૂં થતું નથી, જેથી મને બહુ દુ:ખ થાય છે, ને મારા દુખે દુઃખી આ પરિજનવર્ગ પણ ચિંતામાં ડુબેલો છે.” ધમ્મિલને ગામધણીએ જણાવ્યું.
મહાશય ! પ્રચ્છન્ન પાપકર્મની માફક એની ચેષ્ટા વડે હું જાણું છું કે એના હૃદયમાં શું શલ્ય છે? એના પેટમાં લોહકંટક છે, તે જે નીકળે તોજ એ નિરોગી થાય.” ધમિલે કહ્યું.
કઈ રીતે તમે કાઢશે તે તમારો ઉપકાર થશે. અહીં એ કોઈ ચતુર નથી કે જે આ કિશોરનું શલ્ય દૂર કરે.” ગામધણણીએ જણાવ્યું.
ગામધણીનું વચન સાંભળીને કુમારે ક્ષેત્રની માટી મંગાવી. તેને આ કરીને અશ્વના શરીરે તેને લેપ કર્યો, અને છાયામાં અશ્વને ઉભે રાખીને તે લેપને સુકાવા દીધે. પશ્ચાત્ અધના શરીરે ચમક પાષાણ ફેરવ્યા, તે પણ ફરતા ફરતે ત્યાંજ આવીને અટક. જે જગાએ ચમકપાષાણ અટકે તે જગ્યા ફાડીને એ લોહકંટક કાઢી ધમ્મિલે ગામધણીના હાથમાં આપે, ને ઘા ઉપર ત્રણસંરેહિણી ઓષધિ પડીને ઘા રૂઝવી દીધે. અશ્વને રોગ રહિત જોઈને ગામધણીએ પુણ્યવિશારદ ધમ્મિલને કલાકુશળ જાણી શાઈની મા ફક તેનું અતિ સ્વાગત કર્યું. પછી પૂછયું -“ભાઈ ! કહો તમે ક્યાંથી આવો છો? કયાં જાઓ છે? તમારી સાથે બીજું કણ કણ છે?”
કુશાગ્રપુરથી અમે આવીએ છીએ, તમારા ગામના સિમાડે– ભાગેળે ઉતર્યા છીએ, ત્યાં રથમાં મારી સ્ત્રી અને તેની માતા છે, એમ અમે ત્રણ જણાં છીએ.” કુમાર ધમ્પિલે પોતાની હકીકત કહી સંભળાવી.
ધમ્મિલની વાણી સાંભળીને ગામધણીએ પિતાનાં માણસે મોકલી રથ સહિત તેમને પિતાને મંદિરે બેલાવ્યાં, તેમને રહેવાને એક અલગ સુંદર મકાન આપ્યું, ત્યાં તેઓ રહ્યાં. સ્નાન, બાન, પાન