________________
૩૯૧
સસાર સુખને કારણે.
66 આહા
! કદાચ માન કે એ ભૂતે ન હેાય ને પિશાચ પણ ન હોય કે ન હેાય રાક્ષસ પણ સાક્ષાત્ આ મૂર્ત્તિમંત દારિઘ્ર આપણી પાછળ ક્યાં લાગ્યું? નેત્રરૂપ કમળાને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન મારા જોયેલા ધમ્મિલ ક્યાં ને આ નેત્રરૂપ કમલેશને કરમાવવામાં રાત્રી સમાન એકને ખદલે ખીન્ને ઘુસી ગયેલા ધમ્મિલ કયાં ? આ શકે નક્કી આપણને અમળા જાણીને ઠગ્યા છે. હવે એ ઘેાડાને પાણી પાઇને આવે કે તરતજ એને વિદાય કરી દેજે, રથને અડકવા પણ દઇશ નહિ. કદાચ સાચે એનું ધમ્મિલજ નામ હાય, તાપણુ એ મને પ્રિય નથી, હું એને પ્રિયતમ કહીશ પણ નહિ. નામની સમાનતાએ કરીને લક્ષ્મી વિષ્ણુને મૂકીને કંઇ હિર એટલે વાંદરાને વરતી નથી. આ ભરથાર મારે ખીલકુલ માન્ય નથી,ને હવે આગળ જવાની જરૂર પણ નથી. જ્યાંથી આવ્યાં તેજ સ્થળે-પિતૃગૃહે પાછું જવું એજ સારૂ છે. ”
રથમાં બેઠેલી એ મનેાહર માળાની આવી ખિન્ન વાણી સાંભળીને એની ધાવમાતા ખેલી- વત્સે ! પાછાં ઘરે જઇશુ એમાં તે આપણી લઘુતા–નિંદાજ થશે. હમણાં તે ચંપાએ જઇએ, ત્યાં ગયા પછી તને જેમ ઉચિત લાગે તેમ કરજે.”
.
અન્યાઅન્ય અને સ્ત્રીઓની થતી વાતને સાંભળ્યા છતાં ‘ અણુસાંભળી કરતા પમ્મિલ ઘેાડાઓને પાણી પાઈને આળ્યે, તેમને રથ સાથે જોડ્યા ને પેતે પૈડા ઉપર પગ મૂકીને જેવા રથ ઉપર ચઢવા જાય છે. એટલામાં તેા તે માળા એકદમ દોડી આવી રથના આગલા ભાગ ઉપર ચઢી બેઠી, અને રથની લગામને પેાતાના હાથમાં લઇને તે નિ યપણે એની નિટ્સના કરવા લાગી. “ રે અધમ ! નિર્લજ્જ ! નટ ! મારા રથ છેડી દે ! અમને એકલી જાણીને ઠગવાનેા તારા ઈરાદા છે કે શું? તારે જવુ હોય ત્યાં જા; પણ મારી નજર આગળથી ઝટ દૂર થા.
""
“ હા ! હા ! દીકરી! આ શું કરે છે ? સમજતી નથી. અત્યારે આપણે ‘ભરજ’ગલમાં છીએ. હજી ચંપા ઘણે દૂર છે. માર્ગોમાં રસ્તા વકટ છે; તે રસ્તામાં આપણને પુરૂષની અવસ્યજરૂર પડશે.