________________
લમ્બિકમા. કરતી હતી. જેવો એના વિચારને વેગ હતું તે જ રથને વેગ પણ સખ્ત હતા. પઢિયુ થતામાં તે રથ ત્યાંથી કેટલાક ગાઉ દૂર નીકળી ગયે. ધમ્મિલના મનમાં કાંઈક હતું, રથમાં બેઠેલી બાળાના મનમાં જુદું જ હતું. ત્રીજી બાઈના વિચારો જુદાજ હતા, ત્યારે એ સર્વના કરતાં વિધાતાનું કરવા યોગ્ય કાર્ય તો તદન નેખું જ હતું.
પ્રાત:કાળ થવા આવ્યું. સવિતાનારાયણની જગત ઉપર થતી પધરામણુની તૈયારીઓ તેના સારથી અરૂણે પ્રથમથી જ જણાવવી શરૂ કરી. તે સહસ્ત્રકિરણનો ઉદય થતાં એક નદીને કિનારે આવીને રથ અટકા-કુંવરીએ અટકાવ્યું, એટલે રથના ઘોડા છેડી નાખી ધમિલ અશ્વોને પાણી પાવાને લઈ ગયો. બન્ને સ્ત્રીઓને
ત્યાં મૂકી તે નદી તરફ જતો હતો. જતાં જતાં એ બાળા તરફ ઍક નજર કરી તે લાવણ્યના નિધાન સમાન એ બાળાને જોઈને ધમ્મિલ અંતરમાં અત્યંત ખુશી થયે.
બાળા આ દરિદ્રીને જોતાંજ એકદમ ફીકી પડી ગઈ. તેના ચહેરાનું સૂર ઉડી ગયું, વદન ઉપર ગ્લાનિ પ્રસરી રહી, નહિ સાધુ કે નહિ ગ્રહસ્થ, એ બનેથી આની ભિન્ન સ્થિતિ જોઈ તેમજ ભયંકર ભૂત જેવા એના શરીર ને વસ્ત્રનો દેખાવ જોઈને ખિન્ન થઈ તે બોલી-“માતા ! કેશવડે કરીને આખું શરીર વ્યાપ્ત થઈ ગયું છે એવે, લાંબી ગરદનવાળે, દુર્બળ અને દરિદ્રી, સુપડાની માફક જેના હાથપગના નખ વધ્યા છે, ભૂખથી જેનું પેટ અંદર પિશી ગયું છે, જેના શરીર ઉપર નથી જણાતું રૂધિર કે માંસ ફક્ત હાડકાંજ ભરાઈ રહ્યાં છે, એવી દુર્દશાને પ્રાપ્ત થયેલા આ રાંકડાને આપણે સાથે તું ક્યાંથી લાવી? ખચીત એ ભૂતમંદિરમાંથી આ કઈ ભૂતજ આપણે સાથે આવ્યું છે. જેને મનુષ્યને કાંઈ આચાર વિચાર તેનામાં તું જુએ છે? એ બિહામણું મૂર્તિ જોઈને હું તે છળી જાઉં છું. આ મનુષ્ય તે મેં કયાંય પણ જે નથી. હા ! હવે શું થશે?”
ખેદ શું કરવાને કરે છે? એ કાંઈ ભૂત નથી કે પલિત નથી, ભૂતપલિતના આવા ચાળા હેાય જ નહિ. જરી સબુરી તે રાખ ! તેલ જે, તેલની ધાર જે.” સાથેની વૃદ્ધાએ જણાવ્યું.