________________
સાર સુખને કાપર્ણ, આ કોણ હશે ને મારું નામ એણે કેવી રીતે જાણ્યું ? શા માટે. મને ચંપાપુરી તરફ તેડી જતી હશે? કંઈ સમજાતું નથી કે આ શું ભેદ છે? અથવા તો ચિંતા કરવાથી શું ? હમણાં તે મારી ચિંતા દૈવનેજ કરવાની છે. આપણે તે જે સમય હોય તે દાવ ખેલવાને છે. માટે મુંગા મુંગા હા પાડીને તે લઈ જાય ત્યાં ચાલે. ભવિષ્યમાં શું નવાજુની થવાની છે તે જોઈએ. મહેનત કરવી એ આપણું કામ છે, ફળ આપવાનું તો દેવનું કામ છે, માટે હવે વધારે વિચાર કરવાથી સયું.”
એ બાઈનાં વચન સાંભળીને કુશાંગ છતાં પણ પુષ્ટની માફક ખુશી થતા મંદિરમાંથી ધમ્મિલ બહાર નીકળે. અને એક ફાળ ભરત તે લીલામાત્રમાં રથ ઉપર ચઢી ગયે. તેને બેલાવનારી બાઈ પણ રથ ઉપર આરૂઢ થઈ, એટલે રથને ધમિલે ચંપાપુરીના રસ્તે હાંક્યા માંડ્યો. તેણે રથમાં નજર કરી તો એક વસ્ત્રાલંકારથી સજજ થયેલી સુંદર કન્યા પિતાનું સમસ્ત અંગ ઢાંકીને બેઠેલી તેના જેવામાં આવી. તે સિવાય એને બોલાવનારી તે બીજી સ્ત્રી હતી. એ બન્ને સ્ત્રીઓએ ધમ્મિલ તરીકે ઓળખેલો એ આ નવીન ધમ્મિલ, એણે પિતાની સત્ય ઓળખાણ આપ્યા વગર રથને ઉતાવળથી ચંપાપરી તરફ હાંકી મૂક્યો.
રાત્રી પિતાનું કાર્ય કર્યું જતી હતી ને ધમ્મિલ રથને હંકારે જતે હતે. હુંકારથીજ પૂછયાને ઉત્તર આપતા હતા. રથમાં બેઠેલી કન્યા વિચારમાં પડી કે “બપોરે તે મારી સાથે કેવી વાત કરતા હતા ને અત્યારે કેમ બેલતા નહિ હોય! શું રાત્રીને સમય છે માટે? અથવા તે આ મનને માનેલે ધમ્મિલ છે કે બીજે કંઈ હશે? જગતમાં એકજ નામવાળા અધિક પર શું જોવામાં નથી આવતા ? જે એમજ થયું તે મારા તો ભેગજ સમજવાઃ પણ એ બનવું તદ્દન અશક્ય છે. એ તે અત્યારે જરી રીસાયા હશે, તે પ્રભાતના સૂર્યોદય સમયે મને જે-નિહાળશે, એટલે તરતજ ગુસ્સો ઉતરી જશે. પ્રિયાની આગળ પુરૂષને ગુસ્સો ક્યાં સુધી ટકવાને હતે?” રથમાં બેઠેલી એ નવોઢા બાળા-એવા અનેક વિચાર કર્યા