________________
સંસાર સુખને કારણે.
૨૮૭ થયે હું પાતયામિ વા ક્ષાર્થ સાધવામિા એ નિશ્ચય મનમાં ધારીને ઉ
મનિર્ચથની માફક જરા પણ દોષ લગાડતો નહિ. એ રીતે ગુરૂએ બેતાવેલી વિધિપૂર્વક આયંબિલના તપમાં એના છ મહિના પસાર થયા.
પ્રકરણ ૪૮ મું.
સંસાર સુખને કારણે.” ધમ્મિલને આયંબિલ કરતાં છમાસ પસાર થઈ ગયા ત્યારે છમાસને અંતે આકાશવાણું થઈ. “ધમ્મિલ ! તું મનુષ્યલોકમાં દેવતાની માફક ભેગોને ભેગવીશ, વિદ્યાધર અને રાજાઓની બત્રીશ કન્યાઓને તું સ્વામી થઈશ.” આકાશમાંથી જેમ મેઘની ધારા પડે તેમ છમાસની પૂર્ણાહુતિની રાત્રીએ ધમ્મિલના કાનમાં એવી વાણી અથડાણું. અમૃતથી પણ મીઠી એ વાણી સાંભળીને ધમ્મિલને અતિ હર્ષ થયા, તેની મહેનત સફળ થઈ. પ્રભાતમાં તેણે ગુરૂમહારાજને નમી એ દ્રવ્યશ તેમને અર્પણ કરી તપનું પારણું કર્યું. જો કે તેનું શરીર તદન શુષ્ક થઈ ગયું હતું, દવાગ્નિથી દગ્ધ થયેલી જાણે વૃક્ષની શાખા હોય તેવું જણાતું હતું, છતાં તેનું ચિત્ત પ્રસન્ન હતું. ભાગ્યેાદય સંબંધી તેના મનમાં અનેક સંકલ્પવિકલ્પો થતા હતા. અનેક પ્રકારની ગડમથલ તેના હૃદયમાં થયા કરતી હતી.
આખો દિવસ તેણે ફરવા હરવામાં ને આનંદમાં વ્યતિત કર્યો. સૂર્યાસ્ત પછી શહેરનાં કાર્યથી પરવારીને નગરની બહાર જીર્ણોદ્યાનના એક જીર્ણ મંદિરમાં આવીને સુતે. એ દિવ્ય વાણીના પડઘા તેની કર્ણદ્રિયમાં અથડાતા હતા. જ્યાં જાઉં? શું કરું? ભાગ્યોદય ક્યાં થશે ? કેવા સંયોગમાં લક્ષમી મળશે? વિગેરે વિચારે એને સુતા સુતાં પણ થયા કરતા હતા. ભવિષ્યનાં એ પ્રમાણે સુખનાં સ્વનાં અનુભવતા હતા; ભાવી સુખના વિચારમાં એ એકચિત્ત હતે.
જગતમાં પુણ્ય અને પાપ એ અજબ વસ્તુઓ છે. કેટી