________________
સમુદ્રચંદ્ર.
૨૮૫ છુ. કુમુદિનીને વિકસ્વર કરનાર ઈંદુ વિના જેમ આ લેકમાં રાત્રી અંધકારથી પૂર્ણ ભરેલી હોય છે, તેમ એ વિનીત વિનયંધર વિના મને બધું શુન્ય શૂન્ય અંધકારમય ભાસે છે.”
પ્રિયાનાં એવાં વચન સાંભળી હસીને સમુદ્ર બોલ્યો-“પ્રિયે! તેને માટે શું શોક કરે છે?” એમ કહી વિનયંધર સંબંધી સર્વે હકીકત તેને સંભળાવી દીધી. જેથી તેનું અધિક ખુશી થઈ ને સંતોષ પામી. પતિને મેળવીને શીલને પ્રતાપે સુખ પામી. એવી રીતે સાક્ષાત્ લક્ષ્મીસમી ધનશ્રીને પામીને સમુદ્રદત્ત સુખી થયે, તે બંનેએ પ્રેમરસથી ભરેલા મનવડે મૂર્તિએ કરી ભિન્ન છતાં ચિત્તની એક્યતાથી પોતાનું સંપૂર્ણ જીવન સુખમાં– આનંદમાં વ્યતિત કર્યા. સતી સ્ત્રીઓમાં આદર્શરૂપ એવી જેમ આ ધનશ્રી છે તેવી રીતે હે મહામુનિ ! બીજી સ્ત્રીઓ પણ હશે; માટે તેમની નિંદા કેમ કરાય ? અથવા તો રાગદ્વેષવાળા પુરૂષને આ વસ્તુ સારી છે–આ બેટી છે એમ જણાય છે; માટે કોઈ પણ વસ્તુને સારી ખોટી કહેવી એ વાસ્તવિક નથી. વેરાગી પુરૂષ હોય છે એ તે યુવતીજનને દેષના ધામરૂપ સમજે છે, કિંતુ મારા જેવા રાગી જનજ તેણીને સંસારમાં સારભૂત માને છે. હે મુનીશ્વર ! તમે જણાવ્યું હતું કે હું દુઃખને નિગ્રહ કરવાને સમર્થ છું, તે સ્મરણ કરે; કેમકે અદ્યાપિ મારી ભેગેચ્છા ક્ષીણ થઈ નથી. મારું મન તે દ્રવ્યપાર્જનના વિષયમાંજ રક્ત છે. તો હે કૃપાસિંધો! કંઈ ઉપાય બતાવે; અને તેવી રીતે કરે કે જેથી હું ભેગેને પુન: મેળવી સુખી થાઉં. માટે તાત્કાળિક ફળદાયક એ રસ્તો હોય તેજ કહો. જે ધર્મ સેવેલે તત્કાળ ફળને ન આપે તે દીર્ઘકાળે પણ શું ફળ આપે ?” ધમ્મિલે એ પ્રમાણે ધનશ્રીનું ચારિત્ર કહી સંભળાવીને પિતાની જે ઈચ્છા હતી તે પણ મુનીશ્વરને નિવેદન કરી. તાત્કાલિક લાભ થાય એ રસ્તો બતાવવા પ્રાર્થના કરી.
એ પ્રમાણે ધનશ્રીનું દષ્ટાંત સાંભળીને–તેમજ તેની તીવ્ર ભેગેચ્છા જાણીને દયાભાવથી જેનું ચિત્ત આદ્ર થયું છે એવા અગડદત્તમુનિ બેલ્યા- “વત્સ! સદ્ભાવનાથી કરેલે ધર્મ સત્વર