________________
સમુદ્રચંદ્ર,
૨૮૩ લાગી—“રે મૂર્ખ ! તે મને આવાં અધમ કાર્યમાં પ્રેરી; પાણીને પ્રવાહ જેમ નીચો જાય છે તેમ તે શું મને એવી અધમ નારી ધારી. મેં તે તને ફકત વિનેદની ખાતર કહ્યું હતું, પણ તારા દુષ્ટ અધ્યવસાયથી તે સત્ય કરી બતાવ્યું, ત્યારે મારે હાથે તેને નાશ કરે પડ્યો. લોકો ઘરમાં દીવો પ્રકાશને માટે કરે છે, નહિ કે ઘર બાળવાને માટે શીળ એ તે સ્ત્રીઓનું પરમ ભૂષણ છે. નારીને એ અમૂલ્ય શોભારૂપ છે. “નારી સૂપ પતિવ્રતા, સાચી સ્ત્રી તેને ત્યાગ કરે ખરી? મૃતક શરીર શું હેમમણિને ભાર ધારણ કરી શકે ? એવી રીતે ઉત્તમ નારીરત્નનું શીલ પણ કેઈ ન ભેદી શકે. અસ્તુ, સાક્ષાત્ સુરેંદ્ર પણ મારા શીલરૂપી મહામણિને હદયમંજુષામાંથી હરવાને શક્તિવાન નથી.” એ પ્રમાણેનો તેનો નિશ્ચય જાણુને વિનયંધર ચમત્કાર પામ્યું. તેના હુકમથી તલારક્ષકના મૃતકને નિધની માફક પૃથ્વીમાં દાટી દીધું. પછી તે સર્વે પોતપોતાને મકાને ચાલ્યા ગયા.
એક દિવસ અવસર પામીને વિનયંધરે ધનશ્રીને પૂછયું“તમે પરણેલાં છે, તે તમારા સ્વામી કેશુ છે? તમારું સાસરૂ કયાં છે?”
| વિનયંધરનું આ પ્રમાણેનું વચન સાંભળીને ધનશ્રી બેલી. અવંતીમાં રહેનાર સાગરદત્ત શ્રેષ્ઠીને “સમુદ્ર” નામે પુત્ર છે, તેની સાથે મારે વિવાહ સંબંધથયે છે, પરંતુ પરણ્યાની પ્રથમજ રાત્રીએ તે મને ત્યાગીને કયાંક ચાલ્યા ગયા છે. મેઘ જળધારાએ વર્ષે છતાં ચાતકના મુખમાં બિંદુમાત્ર જળ પણ ન પડે, તેમ મારા મંદ ભાગ્યે કરીને તે મને છોડી ગયા છે ત્યારથી આજ દિન પર્યત ગોપભેગની છતી સામગ્રી છતાં પરામુખ એવી હું અરણ્યમાં રહેલા માલતીની પેઠે દુઃખમાં મારા દિવસે નિર્ગમન કરૂં છું.” અશ્રુએ કરીને આદ્ર નયનેથી તેણીએ કહ્યું.
જે તમારો આદેશ હોય તે દેશાંતરમાં ભમીને પણ તમારા વિવાહિત પતિને હું શોધી લાવું.” દયાવડે કરીને જેનું ચિત્ત કેમળ થયું છે એવા વિનયંધરે ધનશ્રીને કહ્યું.