________________
૨૮૨
ધમ્મિલ કુમાર - ધનશ્રીનાં વચન સાંભળી વિનયંધરે તલારક્ષકને સમાચાર આપ્યા ને રાત્રીને સમયે લાખ દ્રવ્ય લઈ બાગમાં આવવાનું સૂચવી વિચાર કરતે ઘરભણું ચાલ્યું. “હા! બિગ સ્ત્રી જનની ચપળતાને નારીમાં તે સુશીલપણું કયાંથી હોય? અને હોય તે તે દીર્ઘકાળ પર્યત કેવી રીતે ટકે? જોયું, સર્વે સ્ત્રીઓ કુશીલતાથી ભરેલી જ હોય છે. હા ! એ વિધિને શું કહીએ? સ્ત્રીની વાણીમાં મધુરતા ભરી. રૂપ તે રમણીનું જ કહેવાય ! કીડા તે સ્ત્રીની જ ! સૌભાગ્યપણું આદિ સર્વે મૂકયું પણ એનામાં સ્થિરતા કેમ ન મૂકી?” ઈત્યાદિ વિચારતો તે ઉપવનમાં ગયે. ત્યાં મંદિરમાં વાસગૃહમાં શય્યા તૈયાર કરાવીને ધનશ્રીએ કહ્યા પ્રમાણે વ્યવસ્થા કરાવી.
હવે સંધ્યા સમય થયો ત્યારે તલારક્ષક સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી જાણે શ્વસુરને ઘેર જતો હોય તેમ અશકવનમાં આવીને ધનશ્રીની રાહ જોવા લાગ્યો. અલપસમયમાં શૃંગારને ધારણ કરતી પ્રત્યક્ષ વનદેવી હોય તેવી ગજગામિની ધનશ્રી વસ્ત્ર આભૂષણ સજીને ત્યાં આવી પહોંચી. કેટલાક સીપાઈઓને ગુપત રાખી પિોતે જે સમયે તલારક્ષકની સામે આવી ત્યારે ઈંદુની કળાને જોઈને સમુદ્રનું જળ જેમ ઉછળે તેમ કોટવાળનું હૃદય પ્રેમપ્રવાહથી ઉછળવા લાગ્યું. ધનશ્રી વાસગૃહમાં આવીને પલંગ ઉપર બેઠી, વિદુષી એવી. તેણુએ મૃદુ ઉક્તિથી તેને મદ્યપાન કરાવી દીધું. ચંદ્રહાસ મદિરાના તીવ્ર પાનથી કોટવાળ તરતજ નિશ્રેષ્ટ થઈ ગયો એટલે ખંજર કાઢીને એના પેટમાં ચલાવી દીધું. ખરે સ્ત્રીઓમાં સાહસ અદ્ભૂત હોય છે. પોતાના હાથે ખોદેલા ખાડામાં પોતે પડે તેમ તેની બુદ્ધિથી તેને નાશ થયે. તલારક્ષકનો એ રીતે નાશ કરીને તેણે વિનયંધરને આમ તેમ જોવા લાગી. દૂર ઉભેલા તેને જોઈને ઉગ્ર કેપને ધારણ કરતી ખંજર લઈને તેને મારવા તે ધસી. મહા ભયંકર કાલિકાસમી પોતાના સામે ધસી આવતી જોઈને પ્રસ્તાવને જાણનાર કુંવર વિનયંધર બે હાથ જોડી તેના પગમાં પડ્યો–પિતાને અપરાધ ખમાવવા લાગ્યો. તેના આવા નમ્રશીલ વર્તનથી શાંત થયેલી ધનશ્રી કોપ સમાવીને કહેવા