________________
૨૮૬
બસ્મિલ કુમાર- - - ફળ આપે છે. પૃથ્વીના યોગથી આમ્રતરૂ જેમ ઉદકને પ્રાપ્ત કરે છે, કેમકે તેના વગર તાત્કાળિક વા વિલંબથી આશ્રમંજરીરૂપ ફળ પ્રગટ થતું નથી, તેજ પ્રમાણે ધર્મનું ફળ સમજી લેવું. તે માટે હે સોમ્ય! તારે છ માસ સુધી આચાર્લી તપ કરવું. સાધુની માફક આચાર પાળતાં ને દેષ રહિત આયંબિલને તપ કરતાં તું ત્યાં લગી ધર્મ આરાધીશ, તે તારૂં છે સત્વર સિદ્ધ થશે. સૈભાગ્યલક્ષ્મીની લીલાને તું પામીશ. જો કે એટલો સમય તારે કષ્ટ ભોગવવું પડશે પણ કષ્ટ વિના કાર્ય સિદ્ધ ન થાય. “દેહે દુ:ખ મહાફલં !” સુવર્ણને અગ્નિમાં તપાવે ત્યારે જ શુદ્ધ થાય. ગ્રીષ્મઋતુનો ઉકળાટ વધે તે વર્ષો જલદી આવે, વસ્ત્રમાં ક્ષાર નાખે તો તેને શુદ્ધ કરે, કડવું ઔષધ રેગ હરે, બિંબ ઉપર ટાંકણું મારે ત્યારે તે પૂજા યોગ્ય થાય, હળથી પૃથ્વીને ખેડે તેજ તેમાંથી ઘાસ ઉત્પન્ન થાય, તેમજ તપના કષ્ટથી પણ લક્ષ્મી પ્રાપ્ત થાય એ નિ:શંક છે.” એ પ્રમાણે મુનિનું વચન સાંભળીને ધમિલ તેમ કરવાને તૈયાર થયો.
તે પછી ભેગની વાંચ્છામાં આતુર એવા ધમિલે દ્રવ્યસાધુને વેશ પહેરીને પ્રથમ દિવસે ઉપવાસ કરી પછી ગોચરીવડે છ માસ પર્યત આયંબિલનું તપ કરવા માંડયું. ગુરૂએ બતાવેલી વિધિ પ્રમાણે નવલક્ષ પરમેષ્ઠીમંત્રનો જાપ કરે શરૂ કર્યો. પ્ર. જન છતાં પણ તે માનપણે રહીને સાધુની માફક મુનિવેશ ધારણું કરીને શુદ્ધ ક્રિયા કરવા લાગ્યો. માંકણ, મચ્છર, જુ ઈત્યાદિક શુદ્ધ જંતુઓને દંશ થવા છતાં પણ તે નિગ્રંથની માફક સહન કરતે પણ તેમને દુઃખ થાય તેવા પ્રયત્ન ન કરત. તફાવત એટલેજ હતો કે નિગ્રંથ ધ્યાનારૂઢ થયા સતા આવા ઉપસર્ગો નિવણ–મોક્ષને અર્થે સહે છે; ધમ્મિલ સંસારના ભેગોને મેળવવાને આ પ્રમાણે દેહદમન કરવા લાગ્યા. વિધિપૂર્વક ષોડશ અક્ષરી પરમેષ્ઠી મંત્રને જાપ કરતા, આધાકર્માદિક દોષ તજીને સામુદાણું ગોચરી સાધુની પેઠે ફરીને લાવતા અને ભ્રમરની માફક વૃત્તિ કરી આહાર લેતે હતે. આ તપસ્યા ચઉવિહારથી કરતો હતો. મનમાં શુભ પરિણામ ધારી નિત્ય પ્રત્યે ષડું આવશ્યક સંભાળતો તે પોતાનો કાળ વ્યતિત કરવા લાગે. સંસારની પીડાને છેડીને ધમ્મિલ એવી રીતે ધર્મકાર્યમાં ઉજમાળ