________________
૨૮૪
ધમ્મિલ કુમારહે કરૂણાવર ! તારા વગર બીજે કણ આવો પ્રાણદાતા સમો ઉપકારી હોય ? માટે હે કરૂણારસિક! સત્વર એ કાર્ય કર.” ધનશ્રીએ કહ્યું. “આજ બાર બાર વર્ષ પરણ્યાને વહી ગયાં, પણ પતિનાં દર્શન હજી સુધી ન થયાં, આશામાં ને આશામાં આ આશાભર્યું વન વ્યર્થ જાય છે, છતાં હજી સુધી મારાં મનેવાંચ્છિત સિદ્ધ ન થયાં.” ઘનશ્રીના શબ્દોએ વિનયંધરનું હૃદય જેવું સ્ત્રી માટે તેના હૃદયમાં જે ઉલટી ધારણા હતી તે સર્વે દૂર થઈ ગઈ. ધનશ્રીએ વિરુષ્ટ કરેલો વિનયંધર મૂળસ્વરૂપે પિતાને વતન અવંતી દેશમાં ચાલ્યા ગયે. બારબાર વર્ષ વહી ગયા બાદ સમુદ્ર ઘેર આવી માતાપિતાને નમ્પ. પૂર્વની કથા સ્મૃતિમાં લાવી માતાપિતાએ તેને પિતાને પુત્ર જા. ઘણે વર્ષે પુત્રને જોઈને માતપિતા અત્યંત ખુશી થયા, નગરમાં સાકર વહેંચી, સગાંકુટુંબી જનને ભાવતાં ભેજન જમાડી સંતષિત કર્યો. તરત સમુદ્રને સાસરે ગિરિદુગમાં પણ સમુદ્રચંદ્રના આગમનની ખબર મોકલી અને ધનશ્રીને તેડાવી.
ધનસાર્થવાહ આપ્તજનોની સાથે ધનશ્રીને લઈને ઉજજેણમાં આવ્ય, મેટા ઓચ્છવપૂર્વક ફરીને તે બન્નેને પરણાવ્યાં. વર્ષા
ઋતુમાં જેમ મયુરી આનંદ પામે, વસંતઋતુમાં કોકિલા જેમ નૃત્ય કરતી હર્ષોન્મત્ત બને તેમ ધનશ્રી પોતાના નૈરવથી ગર્વને ધારણ કરતી હતી. પરણીને ઉભય વરવધુ વાસભુવનમાં ગયાં. ત્યાં બાર વર્ષને ભેગને દુષ્કાળ દૂર કરી આજે સુકાળ કર્યો. બીજે દિવસે કઈ પણ હેતુને લઈને ધનશ્રી હદયમાં દુ:ખ પામતી હતી, તે જોઈને સમુદ્રચંદ્રે તેનું કારણ પૂછયું. ધનશ્રીએ વિવેકથી કહ્યું “સ્વામિન્ ! પ્રથમ તમારા દુસહ વિરહ સમયે જાણે સાક્ષાત્ મૂર્તિમાન વિવેક હોય એ એક પુરૂષ મને મળ્યા હતા. તે પોતાના વિનયવંતપણુથી વિનયંધર એ નામે પ્રસિદ્ધિને પામ્યો હતો. તમારા વિરહથી આતુર એવા મારા મનને તે વિનોદનું કારણ હતો. કેટલોક કાળ તે અમારે ત્યાં રહીને તમને શોધી લાવવાને બહાને તે ક્યાં ચાલ્યો ગયો તેની ખબર નથી. તમારી પ્રાપ્તિથી હર્ષ અને તેના જવાથી શોક એવી રીતે નહિ પ્રકાશ નહિ અંધકાર એવા સંધ્યાસમયની માફક હું વિડંબિત