________________
ર૭૨
ધમ્માલ કુમાર વૃથા છે. કેઈની પણ શિખામણ કે સમજાવટની એમાં મને અપેક્ષા નથી. નીચે જવાના દ્વારભૂત એવી તુચ્છ સ્ત્રીઓના લગ્ન સંબંધી વાત તમે કરશેજ નહિ.” પિતાના હૃદયને ગૂઢ ભાવ પિતાને કહી બતાવી તેને નિરૂત્તર કરી દીધું. પુત્રનું વચન સાંભળીને મનને ધારણ કરેતે શ્રેષ્ઠી હદયમાં દુઃખ ધરવા લાગે અને દીકરાના વિવાહ માટે પિતાના બંધુવર્ગ-કુટુંબીજનોને પુત્રને સમજાવવાની તેણે ભલામણ કરી. તે પ્રમાણે બંધુવગે પણ સમુદ્રચંદ્રને ઘણો સમજા છતાં તેણે પોતાને આગ્રહ છોડ્યો નહીં. ત્યારપછી કેટલાક સમય વ્યતિત થયે.
એક દિવસ સાગરદત્ત શ્રેષ્ઠી પિતાના બહોળા વ્યાપારને લઈને સ્થાવર અને જંગમ લક્ષમીના આભૂષણરૂપ સોરાષ્ટ્ર મંડળમાં આવ્યા. ત્યાં ગિરિનગરમાં-જીર્ણદુર્ગમાં વ્યવસાય કરતાં ઘણે કાળ તે રહ્યો, વ્યાપારના સંબંધે કરીને ગિરિનગરના ધન શ્રેષ્ઠી સાથે તેને હદપણું થયું. કસ્તુરીથી જેમ સુગંધ કયારે પણ જીર્ણ થતી નથી એવી તેમની મિત્રાઈ અનુક્રમે દઢ થતી ગઈ. “હે મિત્ર ! ભવ્ય પુરૂષ જેમ નરભવ પામીને પુણ્ય ઉપાર્જન કરી પિતાના આત્માનું હિત કરે તેમ આપણે ઘણું ધન ઉપાર્જન કર્યું. તે સાથે આપણી પ્રીતિ પણ મજબુત થઈ એ દઢ પ્રીતિ જુદા પડતાં કેવી રીતે ટકી રહેશે ?” સાગરદત્તે એક દિવસ ધન સાર્થવાહને ત્યાં બેઠા હતા, ત્યારે બન્નેને મિત્રતાને સંબંધ હમેશાં કાયમ રહે તે માટે મજબુતાઈ કરવાના ઉદ્દેશથી કહ્યું.
“સનની પ્રીતિ દૂર છતાં પણ હમેશાં વધતી જ રહે છે. પૂર્ણિમાને ચંદ્રમા જેઈ જેમ સાગર હર્ષથી ઉભરાઈ જાય છે તેમ આપણું પ્રીતિ પણ દૂર છતાં હંમેશ કાયમ રહેશે, છતાં તેના દ4 બંધન માટે તમે કેઈ ઉપાય બતાવે તે આપણે તેમ કરીએ.” ધનસાર્થવાહે કહ્યું.
મિત્ર! જે તમારી ઈચ્છા હોય તો એક વાત કહું. આપણે આપણું દીકરા દીકરીને સંબંધ બાંધીએ, જેથી હાથી જેમ આલાન સાથે બંધાઈ છુટી શકે નહિ તેમ આપણું મિત્રતા પણ કાયમ રહે.