________________
પ્રકરણ ૪૭ મું
સમુદ્રચંદ્ર કૈવં તિ સર્વત્ર, વિદ્યા ન જ ઊંૌર્ષ; समुद्रमथनाल्लेभे, हरिलक्ष्मी हरो विषं ॥" ભાવાર્થ-જગતમાં પ્રાણીઓને દેવ જ ફળ આપનાર છે. વિદ્યા કે પુરૂષાર્થ અતિ હોવા છતાં પણ તે ફળીભૂત થતાં નથી. જુઓ ! સમુદ્રનું મંથન કરતાં વિષ્ણુને લક્ષમી મળી ને શિવજીને વિષપાન કરવું પડ્યું. - પ્રભાત સમયે પહેર દિવસ ચઢ્ય ધનશ્રી નિદ્રામાંથી જાગૃત થઈ તે પિતાને સ્વામી જેવામાં આવ્યા નહિ. તેણે તરતજ જાહેર કર્યું. આ તરફ સર્વે મિત્રમંડળ પ્રભાતે વનકીડા કરવાને ઉદ્યાનમાં ગયું, ત્યાં વિચારવમળમાં મુંઝાયેલો સમુદ્ર પણ ગયે. “જેણે પ્રત્યક્ષ સ્ત્રીઓનાં દેશે જોયાં છે એ કર્યો પુરૂષ નારીના વિશ્વાસમાં ઠગાય? જો કે બધાએ બળાત્કારે મને પરણાવ્યો છે, છતાં સ્ત્રીઓ વિશે મારું ચિત્ત મુદલે હર્ષ પામતું નથી. પિતાએ પણ કપટથી મારે વિવાહ કરી દીધો, તે હવે મારે ઘરને પણ ત્યાગ કરીને ક્યાંક અન્યત્ર ચાલ્યા જવું પડશે.” આમ વિચારતે સમુદ્ર મિત્રોને રમવામાં વ્યાકુળ ચિત્તવાળા જાણીને દંભથી એક વૃક્ષથી બીજા વૃક્ષપાસે જતો અદ્રશ્ય થઈ ગયે. મિત્રોએ ઘરે આવીને તપાસ કરી તે સમુદ્રદત્તને પત્તો મળ્યો નહીં. સર્વે ચિંતામાં પડ્યા. તેના શ્વશુરગ્રહ તપાસ કરાવી તે ત્યાં પણ તેનહોતો. મિત્રમંડળ અને ધનશ્રેણીએ સર્વ ઠેકાણે તપાસ કરી, માણસે દ્વારા ગામ પરગામ સમુદ્રની શોધ કરાવી, પણ ગુમ થયેલા સમુદ્રને કયાંઈ પણ પત્તો લાગ્યો નહીં. હાથમાંથી પડેલું રત્ન જેમ ફરીને હાથ ન આવે તેમ સમુદ્રના શોધ નહિ મળવાથી સર્વ કઈ ચિંતાતુર થયા. ધનશ્રી પણ પતિના વિયેગથી વિલાપ કરવા લાગી, ક્ષણ એટલે સમય તેને યુગ સમાન લાગવા