________________
કે સમુદચંદ્ર.
૨૯૭
માંડ્યા. આંખમાંથી અશ્રુની ધારાઓ વરસાદની માફક વરસવા લાગી. નિરાશ થયેલા માતાપિતા દીકરીને આશ્વાસન દેવા લાગ્યા. “બેટા! એ સર્વે પૂર્વના દુષ્કર્મના વિપાક છે. શાને ખેદ કરીને દુઃખી થાય છે? વૈર્ય ધારણ કર. પૂર્વભવે કરેલું શુભાશુભ કર્મ ગળ્યા વગર કોઈ પણ છુટયું છે?
निबद्धं प्राग्भवे कर्म, जंतुना यच्छुभाशुभं । प्रभूयन्ते निरोढुं तद्विपाकं नाकिनोपि न ॥ १ ॥ . . प्राग्भवोपार्जितं कर्म, ददातीह भवे फलं।
गर्मितो जलदः शीत-काले वर्षासु वर्षति ॥ २ ॥ ભાવાર્થ–પ્રાણુઓને પૂર્વભવને વિષે બાંધેલું શુભાશુભ કર્મ અવશ્ય જોગવવું પડે છે. દેવતાઓ પણ તેના વિપાકને ટાળવાને સમર્થ થતા નથી. ૧
પૂર્વભવમાં બાંધેલું કર્મ આ ભવમાં નિશ્ચય ફળ આપનારું થાય છે. આ જગતમાં પણ જોવાય છે કે શીતકાળને ગર્ભિત–બં ધાયેલે મેઘ વર્ષાકાળમાં વરસે છે. ૨
વિશ્વને વિષે જંતુઓ માતા, પિતા, પુત્ર ને ભાઈપણને પામીને કરેલું કર્મ ભેગવે છે. અન્ય જનો તે માત્ર નિમિત્ત રૂપ છે, માટે જગતમાં ભાગ્ય એજ બળવાન છે. કોઈને દેષ શા માટે કાઢ? હે વત્સ ! તું અહીં અમારી પાસે રહીને પુણ્યકાર્ય કર. ધર્મકાર્ય કરતાં ભેગાંતરાયકર્મ ક્ષય થશે, ત્યારે તારૂં મનોવાંચ્છિત પૂર્ણ થશે.”
ધનશ્રી માતાપિતાની શિક્ષા પામીને પિયરમાં રહી ધર્મ કાર્યમાં તત્પર થઈ અને પતિ વિયોગે પોતાના દિવસો દુઃખમાં નિર્ગ મન કરવા લાગી.
શોધની આશામાં નિરાશ થયેલા સમુદ્રના મિત્રો “સાગરદત્તને શું જવાબ આપશું ?” એવી લજજાથી મંદઉત્સાહવાળા થઈને અનુક્રમે ઉજયિની આવ્યા. સ્લામુખવાળા એવા તેઓ શ્રેષ્ઠી પાસે આવીને અધવદને ઉભા રહ્યા. પોતાના પુત્રને નહી જેવાથી