________________
સમુદચંદ્ર
ર૭૯ વેશધારી કાપડીએ ઉત્તર આપો કે—“હું સર્વ કંઈ જાણું છું.”
“તારી નોકરીનું શું વેતન લઈશ?” શેઠે પૂછયું.
“ફક્ત ખાવા પીવાનું આપજે.” તે વેશધારી વિનયંધરે જણાવ્યું. તેણે પોતાનું નામ વિનયંધર રાખ્યું હતું. પ્રાંતે કહ્યું કે –“મારી નોકરી જોઈને પછી મને ખુશી કરજે.”
ઠીક ત્યારે બગીચાનાં આ વૃક્ષને વધારજે, ઉછેરજે, તને રેજને એક રૂપિયા આપશું. પછી જે તારી હોંશિયારી જોઈશ તે હું તને વિશેષ અધિકાર આપીશ.” મધુર વચને શેઠે વિનય ધરને સંતેણે.
રાત દિવસ બાગ પછવાડે મહેનત કરીને વિનયંધરે બાગને ઘણોજ સુંદર બનાવ્યું. તરૂવની ઘટાઓ, કુંજગહ ને લતાના માંડવાઓની રમણીય શોભા વધારી. ફળ ફૂલોની સુગંધીથી નગરના જનનું તે આકર્ષણ કરવા લાગ્યા. નાગરિકે પણ બાગમાં મેહ પામીને પોતાને સમય ત્યાં જ પસાર કરવા લાગ્યા. પંખીઓ રાતદિવસ કિલકિલાટ કરતાં અને નૃત્ય કરતાં લોકોને આનંદ આપી રહ્યાં હતાં. ધન શેઠ અ૯૫ દિવસમાં પોતાના ઉદ્યાનની આવી અપૂર્વ શોભા જોઈને બેહદ ખુશી થયા. તેણે મુક્તકંઠે વિનયંધરની પ્રશંસા કરી અને તેને માટે મનમાં ઉચ્ચ અભિપ્રાય બાંધ્યો. પછી “આ કોઈ ઉત્તમ કળાકાર જણાય છે, માટે તે આવા હલકા કાર્યને યેગ્ય નથી.” એમ વિચારી તેને બાગમાંથી નિવારીને દુકાનના કામકાજમાં જોડ્યો. ત્યાં પોતાની મૃદુ વાણીવડે ગ્રાહકોનાં મન રંજન કરી તેણે શેઠની ઘરાકી વધારી દીધી, જેથી શેઠને પુષ્કળ ધનની આવક થઈ. વાળ જેમ શાંત બનીને ઘાસ દેવાવડે ગાયનું દૂધ મેળવી લેય તેવી રીતે ગ્રાહકો પાસેથી તેણે ઘણું ધન મેળવ્યું. અમૃતવષી કળાવાન ચંદ્ર ઉદય પામે ત્યારે કુમુદ જેમ વિકસ્વર થાય તેમ શેઠના હાટમાંથી ગ્રાહકે ખુશી થતા અનેક વસ્તુઓ ખરીદ કરવા લાગ્યા કેમકે રાગ એ ખચીત દુર્લભ વસ્તુ છે. વિનયથી લોકેનાં મન રંજન કરતાં તેણે વિનયધર એ નામ સાર્થક કર્યું. આ ઉત્તમ