________________
ધનબી.
૨૫ પામે તેમ પ્રિયની અદભુત કાંતિ નિરખી તેના હૃદયમાં પ્રેમની ભરતી ઉભરાવા માંડી. સાર્થવાહે મિત્રો સહિત તેને ઘણું ભક્તિથી ભજન કરાવ્યું. પાન બીડાં આપીને મધુર શબ્દવડે તેનું ચિત રંજન કર્યું. પિતાના જીવિતથકી પણ વલ્લભ એવા સમુદ્રને પ્રસન્ન કરવા માટે તેણે પૂરતી કોશીષ કરી.
પ્રપંચચતુર એ સાર્થવાહ મિત્રે સહિત તેને મંડપ જેવાને તેડી લાવ્યા. ત્યાં તિલક કરી, બીડું આપી માયરામાં બેસાડ્યો. તરતજ સ્ત્રીઓ મંગળગીત ગાવા લાગી. એક તરફથી ગેરબ્રાહ્મણ નીકળી આવ્યું. તેણે વિવાહ સામગ્રી તૈયાર કરી. આ બધું જોઈ સમુદ્ર મિત્રને પૂછ્યું-“આ બધું શું બને છે ?” , , ,
તારાં લગ્ન, સમુદ્ર! તારા પિતાએ તારે માટે આ સર્વે ઠવણ કરી છે, ને અમને તે કાર્ય પાર ઉતારવાની પૂરતી તાકીદ કરી છે, માટે તારે પરણવું પડશે, નહિતર હવે ઉભયકુળની ફજેતી થશે.” એક મિત્રે છેલે સરવાળે સર્વે ખુલાસો કર્યો. સમુદ્ર સમજે કે હવે કદાગ્રહ ચાલી શકે તેમ નથી.
પછી પીઠી ચોળી નાહી વસ્ત્રાભૂષણ સજી પૂરઠાઠમાઠે વરઘેડે ચઢ્યો અને રીતરિવાજ પ્રમાણે ધનશ્રી સાથે વિવાહના સંબંધથી જોડાયે. લગ્નકાર્ય સમાપ્ત થયા પછી વરવહુને શેષ રાત્રી નિગમન કરવાને માટે એક મકાન આપ્યું, તેમાં તેઓ શયન માટે ગયા. મિત્રે પિતાનું કાર્ય ફતેહમંદ પાર ઉતરવાથી ખુશી થતા પિતાને ઉતારે જઈ સૂઈ ગયા. શ્રેષ્ઠી પણ મનમાં સંતોષ પામે. - વરકન્યા સૂતાં છતાં યેગીની માફક જાગતે સમુદ્ર કન્યા નિદ્રિત થાય તેની જ રાહ જોતા હતા. વિષવલ્લીની માફક સમજીને તે પ્રિયાને હાથ પણ અડાડતો નહિ. આખરે પ્રિયાને નિદ્રામાં છોડીને કાર્યને મિષે વાસંગ્રહમાંથી નીકળી તે મિત્રમંડળને ઉતારે ચાલ્યા આવ્યા.
-
-