________________
પ્રકરણ ૪૬ મું.
ધનથી. “ નાગણથી નારી બૂરી, બન્ને મુખથી ખાય;
જીવતાં ખાયે કાળજું, મુએ નરક લઈ જાય.”
આહા ! સ્ત્રીઓ કેવી નીચગામિની હોય છે? માખી જેમ ચંદનના પદાર્થને ત્યાગ કરીને દુધવાળા કફ આદિને સ્પર્શ કરે છે, તેવી રીતે સ્ત્રીઓ પણ ઉત્તમ એવું શીલ ત્યાગીને તુચ્છ પુરૂમાં આસક્ત થાય છે. વિશ્વવ્યાપક ઉજવળ યશ:૫ટ ઉપર શાહીને
ફેરવી મલીન કરે છે. સમુદ્રની ઉછળતી વેલ જેમ પર્વતને નાશ કરે છે તેમ વિશાળ, ઉજ્વળ અને મોટા કુળને સ્ત્રી મર્યાદા છેડીને ક્ષણમાત્રમાં વિનાશ કરી નાખે છે. જેમ અગ્નિ પિતાના આશ્રયને નાશ કરે છે તેવી રીતે આ દુષ્ટ પરિવ્રાજક સંન્યાસીએ દુરાચારથી પોતાનું પાખંડપણું બતાવી આપ્યું છે, આ પાખંડી પોતેજ મેહની ગર્તામાં પડેલ મને શું બોધ આપશે ? સમુદ્રમાં પિતેજ ડુબતો છતો બીજાને કેમ તારશે? આહા! આ દુષ્ટ સંન્યાસી મારો ગુરૂ છે, આ મારી માતા છે, એ બનને શીલમર્યાદા ત્યાગી કેવું દુષ્ટ કામ કરી રહ્યા છે, અને મારે પૂજ્ય છે. જેથી તેમનું દુશ્ચરિત્ર પિતાને પણ કહેવાય તેમ નથી. ખુદ મારી માતા આ દુરાચાર સેવે છે, તો જગતની સર્વ સ્ત્રીઓ ક્યાંથી સારી હશે? કેમકે સમુદ્રની એક વેલ જેવી ચપળ છે તેવી જ તેની સર્વે વેલ– જાં ચપળ હોય છે. પ્રત્યક્ષ આવું નારીનું દુષ્ટ કર્મ જોઈને હવે હું કોઈ દિવસ લગ્ન કરીશ નહિ, કાગડા હમેશાં કાળાજ હોય છે, પોપટ લીલાજ હોય છે, એવી રીતે સ્વભાવથી જ સ્ત્રીઓ કુળમર્યાદાને ત્યાગ કરનારી હોય છે.” ઈત્યાદિક વિચાર કરતો એક અલ્પવયસ્ક બાળક પિતાની માતા અને ગુરૂ સંન્યાસીનું દુશ્ચરિત્ર જોઈ પાછો ફર્યો. અત્યારે તે ગણિતને પાટલે મૂકવાને પરિવ્રાજકના મઠમાં આવ્યો હતું. ત્યાં પૃચ્છન્નપણે તેણે આ ચેષ્ટા જોઈ અને ઉપર પ્રમાણે પિતે નહિ પરણવાની પ્રતિજ્ઞા કરતે પિતાને ઘેર ગયો.